Sangharsh Jindagino - 3 in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | સંઘર્ષ જિંદગીનો - 3

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

સંઘર્ષ જિંદગીનો - 3

    ( ગયા અંકથી આગળ )

સવાર પડે છે. અને અજય પથારીમાંથી ઉઠે છે.  આળસ ખખેરી ઉભો થાય છે. અને નાહીને તૈયાર થઈને નાસ્તો કરવા આવી જાય છે. અને આજે તે મનોમન થોડો ચિંતિત તો હતો પરંતુ તે પોતાની તકલીફ કોઈને દેખાડવા માંગતો ન હતો. એટલે તે ઉપરથી ખુશ થઈને  પોતાની બધી તકલીફ અંદર દબાવી દે છે. અને નાસ્તો કરીને નીકળી જાય છે.

   ( સુરજિત બુટના મોટા અવાજ કરતો ઘરમાં આવે છે. )

અર્ચના અંદર રસોડામાં રસોઈનું કામ કરતી હોય છે. અને સુરજિત દરવાજામાં આવીને મોટા અવાજે રાડ નાંખે છે. અર્ચના એમ મોટો અવાજ સાંભળતાની સાથે જ અર્ચનાના હાથમા રહેલા ચાકુ અને ડીસ પડી જાય છે. અને રસોડામાંથી કંઈક પાડવાનો અવાજ સાંભળીને સુરજિત રાડ નાખીને કહે છે. શુ થયુ? કેમ વસ્તુ હાથમાંથી કેમ પડી જાય છે. કઈ ખાતી નથી કે ખા છો એ બધું કૂતરાને નાંખે છે. અર્ચના ગભરાય જાય છે.

સુરજિત - બહાર આવ.

અર્ચના -   અહીં બધું ખરાબ થયુ છે. તે સરખું કરી લવ પછી આવુ.

સુરજિત - wજોરથી તું અહીંયા આવ તને એક વખત કીધું તેમાં ભાન નથી પડતી?

અર્ચના - માફ કરશો.

સુરજિત - તું ક્યાં મોઢે માફી માંગે છે. તારાથી એક પણ કામ સરખું થયુ છે. ખરું.

અર્ચના - માફ કરશો હવે આવી ભૂલ નહી થાય.

સુરજિત - ચાલ તારું કામ કર જા  નીકળ.  ( મોટા સ્વરે )અર્ચના અંદર જાય છે. થોડીવારમાં અજય ઘરે આવે છે. તે સુરજિત સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ સુરજિત તેમાં કઈ ધ્યાન દેતો નથી. પછી તે પોતાની મમ્મી પાસે જાય છે. અને અર્ચના રસોઈ કરતી હોય છે. અર્ચના - શુ થયું?

અજય - મેં સ્કૂલમાંથી નોકરી માટે એક ફોર્મ ભર્યું છે.

અર્ચના -શેની નોકરી છે?

અજય - તેમાં એક પરીક્ષા પાસ કરવાની હોય છે. અને જો પાસ થઈએ તો ઇન્ટરવ્યૂ આપવા જવાનુ ત્યાર પછી સિલેક્ટ થઈ શકીએ છીએ. 

અર્ચના - સારું

પછી બધાની રસોઈ તૈયાર થઈ ગયા બાદ તે જમવાના વાસણ લઈને બહાર આવે છે. ત્યારબાદ અજય તેની પાછળ વધારાના વાસણ લઈને આવે છે. સૌ જમવા બેસે છે. ત્યારે અજય પરીક્ષાની વાત તેના પપ્પાને કરે છે. સુરજિત - પહેલા જમીલે પછી વાત કરીએ.

અજય-    હા કઈ વાંધો નહિ.

બધા જમીને ઉભા થાય છે. અને રાત્રે બધું કામ થઈ ગયા પછી પથારીમા સુવા સમયે અજય ફરીથી વાત કરવાનો પ્રયત્ન કરે છે.

સુરજિત - અત્યારે હું થાકી ગયો છું. મારે આરામ કરવો છે.કાલે સવારે વાત કરીએ.

અજય -હા વાંધો નહિ.

સવાર પડે  અજય તૈયાર થઈને પહેલા અર્ચના પાસે જઈને પૂછે છે  મમ્મી પપ્પા મારી વાત સાંભળતા પણ નથી. તો તે માનસે ખરાઅર્ચના - હા સાંભળશે અને માનસે પણ ખરા. તેમને કામની ચિંતા વધારે હોય છે. એટલે બીજું કઈ નહિ. પછી અજય સુરજિત પાસે આવે છે. અજય - પપ્પા હું શુ કરું પરીક્ષા દઉં કે નહિ?

સુરજિત - તેની વાતમાં ધ્યાન દેતો નથી. અને બહાર ચાલ્યા જાય છે.

આમ ને આમ બે - ત્રણ દિવસ સુધી ચાલ્યા કરે છે. અજય પૂછ્યા કરે કે પરીક્ષા દેવી કે નહિ?  અને સુરજિત સાંભળવા છતાં ધ્યાનમા લેતો નથી. અને અમુક વાર માન ફાવે તેવા જવાબ આપીને નીકળી જાય છે. અજય અર્ચના પાસે જાય છે. ત્યારે તે અજયને હંમેશા પ્રેમથી સહાનુભૂતિ આપે છે. અને સમજાવે છે. તે રીતે અજયના મગજને શાંત કરે છે.                                                             ( ક્રમશ )