(ગયા અંકથી આગળ )
બીજા દિવસે ફરીથી એક જ બાબત રિપીટ થાય છે. અજય તૈયાર થઈને સુરજિત પાસે આવે છે. અને પૂછે છે પપ્પા હું એક્ઝામ આપું કે નહિ? સુરજિત કઈ જવાબ આપતો નથી. અને અજય તેની પાછળ પડી જાય છે. તે વારંવાર પૂછે છે પપ્પા એક્ઝામ આપું કે નહિ? અને અચાનક સુરજિતને ગુસ્સો આવે છે. તે કઈ જ બોલતો નથી. અને ઘરેથી નીકળી જાય છે. અને અજય પોતાની મમ્મી પાસે જાય છે. અને કહે છે. મમ્મી પપ્પાને એવુ શુ ટેન્શન આવી ગયું છે કે તે મને હા કે ના જવાબ આપતા નથી. તું જુએ છે ને હું કેટલા દિવસથી પપ્પાને એક જ સવાલ કરું છું. પપ્પા હું એક્ઝામ આપું કે નહિ? એક્ઝામ આપું કે નહિ? છતાં તેઓ મારી વાતનો જવાબ આપવો એ બાબત તો દૂર પણ મારી વાત સરખી રીતે સાંભળતા નથી. મારાથી એવી શુ ભૂલ થઈ ગઈ કે તેઓ મારી સાથે સરખી વાત પણ નથી કરતા. સવારે પૂછું ત્યારે એમ કહે કે સાંજે વાત કરીએ અત્યારે મારે ઉતાવળ છે. અને સાંજે વાત કરવા જાવ ત્યારે એમ કહે છે કે અત્યારે હું થાકી ગયો છું આપણે સવારે વાત કરીએ. તેઓ એટલા બધા પણ વળી કઈ બાબત એવી છે જેમા તેઓ એટલા બધા વ્યસ્ત છે કે તેમની પાસે મારી વાત સાંભળવા માટે પણ સમય નથી. મમ્મી હું કઈ તેમની મજાક કે આડીઅવળી વાત તો નથી કરતો કે જેમા તેમને શુ કોઈને પણ રસ ના પડે પણ આ તો મારાં માટે ઉપયોગી બાબત છે. અને જેથી મારાં ભણતરમાં આગળ મને ઘણો લાભ થઈ શકે છે. અને જો ભગવાનની કૃપાથી મેં આ એક્ઝામ પાસ કરી લીધી તો મને સારી નોકરી મળી શકે છે. અને આપણા પરિવારમાં મદદ થઈ શકે અને આપણી આવી તકલીફોના પહાડોની વચ્ચે ઘેરાય ગયેલી સમસમી રહેલી દુકાળ રૂપી જીવનનો અંધકાર દુર થાય. અને આપણી સૌની જિંદગી પણ ચંદ્રના તેજથી તેજસ્વી બનેલી ચાદર નીચે પથરાયેલા અનંત રીતે વિસ્તરેલ મહાસાગર જેવી બને. તું જ કહેને મમ્મી તેમાં મારો શુ સ્વાર્થ છે? હું તો mari, તારી આપણી સૌની ભલાઈ ઈચ્છું છું. અને લોકોનું આપણી પ્રત્યેનું જે ખોટું અને હળવું વલણ રહેલું છે તે બદલવા માંગુ છું. આપણી બધા મશકરી કરીને જાય છે, આપણા વિશે મનફાવે તેમ બોલે છે. તે બધાનું હું મોં બંધ કરવા ઈચ્છું છું. અને નહીં એવી વગર કારણની બાબત માટે આપણે સાંભળવું પડે અને સમાજ વચ્ચે 'છોભીલા' દેખાવવું પડે. તે મને ગમતું નથી. માટે હવે ભગવાન કંઈક ચમત્કાર કરે અને આપણી દુઃખ ભરેલા એકાંકી પ્રકરણ બનેલા નિસ્તેજ જીવનનો અંત આવે અને નવા અને સારા જીવનનું પર્દાર્પણ થઈ શકે. તેથી હું તે એક્ઝામ આપવા માંગુ છું. અને તેની ફી 700રૂપિયા છે. પણ મને વિચાર થાય છે કે પપ્પા પૈસાની ચિંતા કરીને મારી વાત સાંભળવાની અને સમજવાની ટાળતા હશે. મને પણ વિચાર થાય છે કે આપણી કેપેસીટીમાં આપણે બે ટાઈમે સરખું જમી નથી શકતા તો પછી ફી ના 700 રૂપિયા ક્યાંથી કાઢવા.
અર્ચના - એમ કઈ હિંમત હારી જવાની જરૂર નથી બેટા આપણો સમય નબળો બન્યો છે. આપણે કે આપણી જિંદગી નહિ. એમ કઈ હારી જવાથી તકલીફ દુર નહિ થાય. અને તારે તો સારા કામ માટે પૈસાની જરૂર છે. તો પછી તેમાં નબળા વિચારો કરીને પોતાની હિંમત અને કામ પૂર્ણ કરવા દ્રઢ મનને ઢીલા પડવા દેવાય નહિ. અને પોતાના પર, ઈશ્વર પર અને મહેનત પર અતૂટ વિશ્વાસ રાખી તે કામની શરૂઆત કરી. સારી રીતે પૂર્ણ કરવા જોઈએ. સમજ્યો બેટા માટે ક્યારેય પણ કોઈપણ પ્રકારની નબળી પરિસ્થિતિમાં ધૈર્ય અને આત્મબળ રાખવું. અને હિંમત નહિ હારવાની.
અજય - હા મમ્મી. (ક્રમશ )