(ગયા અંકથી આગળ )
ત્યાર બાદ અજય અને અમિત પોતાના ઘરે જવા નીકળી જાય છે. અજય પોતાના ઘરે આવે છે. તેની મમ્મી કામકાજ કરતી હોય છે. અને તેના પપ્પા કામ પર ગયા છે. ક્રિના પોતાનું હોમવર્ક કરતી હોય છે. અજય ઘરમાં આવીને બાથરૂમમા હાથ મોં ધોવા જાય છે. અને થોડીવાર પછી બહાર આવે છે. અને હાથ મોં લૂછીને પોતાની મમ્મી પાસે આવે છે. અને તેની મમ્મીની બાજુમાં આવીને ઉભો રહે છે. અને થોડીવાર તેની સામે જુએ છે. અર્ચના - બેટા કેવો દિવસ ગયો આજે સ્કૂલમા કઈ તકલીફ જેવું તો નથીને?
અજય -ના મમ્મી બધી જ નિરાંત છે. અજય (મનમાં બોલે છે. ) મારાં જીવનમાં તકલીફ તો ઘણી જ છે. જેનો કોઈ પાર નથી. પરંતુ હું મારી તકલીફ ઘરમાં લાવવા મમાંગતો નથી. અને તમારી તકલીફ વધારવા માંગતો નથી. અને બીજા કોઈને પણ આ વાત ઘર સુધી પહોંચાડવા દઈશ નહી. બાકી તને મારી ચિંતા વધારે થશે. જે હું નથી ઈચ્છતો. અને આ બધી બાબત મારાં અને સ્કૂલ સુધી સીમિત રહે. તેટલું સારું છે. અને હું ક્યારેય એ બધું સ્કૂલથી આગળ વધવા નહિ દઈશ. અને તેમાં જ મારી, તારી અને આપણા સૌની ભલાઈ છે.
અર્ચના - અજય અજય અજય એમ ત્રણ વખત બોલે છે. છતાં અજયનું ધ્યાન હોતું નથી પછી અર્ચના તેને હલાવે છે. અજય - થોડૉ સ્થિર બને છે. બોલ મમ્મી શુ થયું? અર્ચના - થયું કઈ જ નથી પણ તારું ધ્યાન ક્યાં છે બેટા મેં ત્રણ વખત તને બોલાવ્યો પણ તે કઈ જવાબ આપ્યો નહિ એટલે ક્યાં વિચારોમા ખોવાઈ ગયો?
અજય- સોરી મારું ધ્યાન ન હતું મમ્મી.
અર્ચના - કઈ તકલીફ હોય તો કહેજે.
અજય - ના કાંઈજ તકલીફ નથી.
અર્ચના - પાકુંને?
અજય - હા પાકું.
અર્ચના - તો ઠીક.
અજય - બસ ખાલી ભણવાનો વિચાર કરતો હતો.
અર્ચના - કેમ ભણવાનો ?
અજય - કઈ નહિ આ તો બસ એમ જ વિચાર આવી ગયો. અર્ચના-બીજું કઈ નથીને હોય તો કહેને હું તારી મદદ કરીશ.
અજય - ના ના કઈ નથી.
અર્ચના - તો વાંધો નહિ.
અજય - તારે કઈ જરૂર હોય તો હું તારી કઈ મદદ કરું.
અર્ચના - ના ના મારે કઈ જરૂર નથી. મારું કામ થોડીવારમાં પૂરું થઈ જશે. છતાં કઈ જરૂર હશે તો કઈશ બસ. અર્ચના મનમાં વિચારે છે. મારાં બંને બાળકો કેટલા સમજુ છે. કોઈ પણ જાતની હઠ (જીદ ) કરતા નથી. અને આવી આકરી પરિસ્થિતિમા પણ શાંતિ અને સમજણથી જીવે છે. જે મળે તેમાં ચલાવી લે છે. અને કોઈ પણ જાતની ફરિયાદ કરતા નથી. અને બીજાના બાળકો તો મા -બાપને ખર્ચા કરાવી કરાવીને અડધા કરી નાંખે છે. અને અમારા બાળકો તો સાવ શાંત અને ડાહ્યા છે. ભગવાન મારાં બંને બાળકો જેવા બાળકો સૌને આપે અને અર્ચના મનમાં ખુબ ખુશ થાય છે અને હળવું સ્મિત આપે છે.
અજય -મમ્મી શુ થયુ?
અર્ચના - કઈ નહિ દીકરા તમેં ભાઈ -બહેન બંને કેટલા સમજુ અને ડાહ્યા છો એ વિચાર કરી ખુશીના કારણે થોડી આંખો ભરાઈ આવી.
અજય - એ બધા તારા સંસ્કાર અને આશીર્વાદ છે.
અર્ચના - અજયના માથા પર પ્રેમથી હાથ ફેરવીને તેને પોતાના હૃદય સરસો ચાંપી લે છે.
અને બંને મા દીકરો હર્ષથી ગદગદિત થઈ જાય છે. અને ત્યાં હૃદયસ્પર્શી એક વાત્સલ્ય અને પ્રેમનું વાતાવરણ સર્જાય છે. બંને આજુબાજુનું બધું ભૂલી જાય છે. અને આજની સાંજ મીઠાં અમૃત સમાન શુદ્ધ અને પ્રેમાળ વહેતા ઝરણામાં સમાય જાય છે. (ક્રમશ )