(ગયા અંકથી આગળ )
અર્ચના - જો બેટા હું હોય, તું હોય કે પછી ગમે તે અન્ય વ્યક્તિ હોય સૌને મુશ્કેલીઓ જીવનમાં આવતી જ હોય છે. એ બાબત કોઈના માટે નવી નથી. પરંતુ આ પરિસ્થિતિમાં ઉશ્કેરાઈ જવાની કે ગભરાઈને ભાગી જવાને બદલે તેનો હિંમતથી પડકાર ઝીલવો જોઈએ. અને તે પડકારોનો પ્રહાર રૂપે વળતો જવાબ આપવો જોઈએ. જેથી આપણી મુશ્કેલી ભરેલો ઝાડના ખરેલા વૃક્ષના પાન સમાન જીવનમાંથી પાનખરનો અધ્યાય પૂરો થાય. અને નવા ખીલેલા તાજા ફૂલરુપી જીવનનો ઉદય થાય. જેથી આપણું જીવન પણ તેજમય બને. ઉજ્વળ બને. માટે જે કઈ તકલીફ આવે તેને જીલવાની અને તેનો મોઢા જવાબ આપવાનો એટલે તે તકલીફને પણ જાણ થાય કે તે કોની સામે ઝૂરી રહી છે. અજય - હા મમ્મી ચોક્કસ તારી કહેલી દરેક વાત મને સમજાઈ ગઈ છે. અને હું પણ મારાં જીવનમાં ક્યારેય પણ કોઈ પણ તકલીફથી ડરીશ નહિ. અને હિંમતથી તેને માત આપીશ. અને દરેક કપરા સમયમાં પૂર્ણ આત્મવિશ્વાસથી અને સંઘર્ષ કરી તેમાંથી બહાર નીકળીશ અને મારું જીવન ઉજાગર કરીશ.અને આ વાત હું ક્રિનાને પણ સમજાવીશ જેથી આ બાબત તેના જીવનમાં ઉપયોગી બને.
અર્ચના - બેટા તારે 700 રૂપિયા લઇ જવાના છે ને? વાંધો નહિ મારાં ડબ્બામાં 1000 રૂપિયા છે. તેમાંથી હું તને પૈસા કાઢી આપીશ ત્તું સવારે શાળાએ જતા પહેલા મારી પાસે લેતો જજે અને તારી ફી ભરી દેજે. અને પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેજે. અને તું મનમાં કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર પરીક્ષા આપજે. અને જો તું આ પરીક્ષામાં પાસ થઈ જઈશ તો તારી પાછળ અમારા ત્રણ જણાનું જીવન સારું થઈ જશે. અજય - સોરી મમ્મી
અર્ચના - કેમ શા માટે સોરી?
અજય - મારાં કારણે તારે તારી અત્યાર સુધી સાચવેલી બચત વાપરી નાખવી પડશે.
અર્ચના - પણ એમાં સોરી કહેવાનું ક્યાં આવે છે? તું ક્યાં પૈસા વેડફી નાખવા માટે માંગે છે? નથી તું તેનો ખોટો ઉપયોગ કરવાનો તું તો સારા કામ માટે પૈસાનો ઉપયોગ કરવા માંગે છે. અને તને તો તારી સાથે અમારું જીવન સુધરશે તો ઉલ્ટાના તને આશીર્વાદ મળશે.
અજય - તારી વાત તો એકદમ સાચી છે. પણ...
અર્ચના - શુ પણ પણ કરે છે? અજય - મને મનમાં જરાક વ્યાકુળતા થાય છે.
અર્ચના - કોઈપણ વ્યાકુળતા કે ચિંતા વગર પરીક્ષા આપજે.
અજય - હા મમ્મી.
અર્ચના - તો પછી અને તને તો તારી સાથે બીજાનું જીવન સુધારવાનું પુણ્ય મળશે.
અજય - હા સાચી વાત છે તારી.
અર્ચના - બસ પછી જ્યાં ભાવ સારું કરવા માટેનો હોય ત્યાં ગણતરી કરવી ન જોઈએ. અને નબળા વિચારો કરવા ન જોઈએ.
અજય - હા મમ્મી.
અર્ચના - તો પછી સારા કામ કરતી વખતે નબળા વિચાર કરવાથી આપણો આત્મવિશ્વાસ ડગી જાય છે. અને બનતું તમામ કાર્ય બગડી જાય છે. માટે હંમેશા સારા વિચાર અને સારા ભાવ સાથે સારા નિર્ણય કરવા અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતી રહેવી. અજય - હા મમ્મી. તું જે કહે છે એ હું સમજી ગયો. પછી અર્ચના અને અજયનો વાર્તાલાપ થોડીવાર માટે થંભી જાય છે. ત્યારબાદ સુરજિત આવી જાય છે. સુરજિત આવીને ખુરશી પર બેઠે છે. ત્યાર પછી હાથ મોં ધોઈને બેઠો હોય છે.
અજય - આવી ગયા પપ્પા લ્યો પાણી અજયને પાણીનો ગ્લાસ હાથમા લઈને ઉભેલો જોઈને સુરજિત વિચારમાં પડી જાય છે.
અજય પપ્પા.... એટલું બોલે છે. ત્યાં તો સુરજિત કહે છે. હું અત્યારે થાકી ગયો છું. મારું માથું ખુબ દુખે છે. એટલે તારી પરીક્ષાની વાત કરીને મને ગુસ્સો નહિ અપાવતો સમજી ગયો ભાઈ. હું આરામ કરવા માંગુ છું. તારી મમ્મીને કહે કે મારાં માટે ગરમ ચા બનાવીને આપી જાય.
અજય - હા પપ્પા અને અજય પાણીનો ગ્લાસ લઈને રસોડામાં જાય છે. ત્યાં અર્ચના ઊભીને બધું સાંભળતી હોય છે. અજય અંદર આવે છે. અને અર્ચનાને ઉભેલી જુએ છે.
અજય - મમ્મી કેમ અહીં ઉભી છે?
અર્ચના - તારા પપ્પાને કોઈએ કશું જ કહ્યું નહિ છતાં તેઓ આટલા ગુસ્સામાં શા માટે વાત કરે છે? હું જરાં તેમને વાત કરીને સમજવું કે આવુ વર્તન અતિ સારું નથી.
અજય - મમ્મી મને પપ્પાની કહેલી વાતનું જરાપણ ખોટું લાગ્યું નથી. તું મારી વાત તેમના માટે ચા બનાવી દે અને હું તેમને આપી આવુ અને તું તારું કામ પૂરું કરી લઇશ પછી આપણે રાત્રે જમીને વાત કરીશું પ્લીઝ.
અર્ચના - ઠીક છે.
અજય - થૅન્ક્યુ.
અર્ચના ચા બનાવી આપે છે. અને ત્યાર પછી અજય સુરજિતને ચા આપવા સુરજિતના રૂમમાં જાય છે. સુરજિત પેપર વાંચતો હોય છે. અજય - પપ્પા ચા.
અને અજય પાસેથી સુરજિત ચાનો કપ લઇ લે છે. પછી અજય રૂમમાંથી નીકળી જાય છે. સુરજિત ફરિ પેપર વાંચવા લાગે છે. (ક્રમશ )