( ગયા અંકથી આગળ )
અને સુરજિત સામું બંને ભાઈ બહેન જુએ છે. અને સુરજિત ઘરમાં આવે છે.
અર્ચના - કોણ છે બેટા?
ક્રિના - પપ્પા આવ્યા છે મમ્મી.
અર્ચના - હા અને તેના હાથમા રહેલો ચમચો ફડક કરતો જોરથી પડી જાય છે.
અને તે ઝડપથી બહાર આવે છે. જાણે કોઈ
સુરજિત - શુ થયું એક કામ તારાથી સરખું થતું નથી. રોજનું કંઈક ને કંઈક બખેડો હોય જ છે. તને એક સરખું કામ કરવાની ભાન પડે છે ખરી કે નહિ? જીવનમાં કઈ શીખી છે કે નહિ? સાવ બધી બાબતમાં ભૂંડા કામ જ કરે છે ક્યારેક તો સરખા કામ કર તું આવુ જ બધું બગાડતી રહીશ તો હું બધાને શુ જવાબ આપીશ. અને બધાને શુ મોઢું બતાવીશ? માણસો મને સંભળાવશે અને મારી હસી ઉડાવશે કે સુરજિતના ઘરવાળાને સરખી રસોઈ કરવાની કે બીજા કઈ જ કામની પણ ભાન પડતી નથી.
અર્ચના - તમે એવુ શુ કરવા બોલો છો? હું શુ ઘરમાં કઈ કામ કરતી નથી? તમારું અને બંને બાળકોનું ધ્યાન સરખું રાખતી નથી, હું આ ઘરમાં કઈ જાતની ખોટ રહેવા દઉં છું? તમને કઈ જાતની તકલીફ આપું છું? હું મારાં પોતાના માટે કશું કરતી નથી અને જેટલું ધ્યાન હું મારાં પોતાનું રાખતી નથી તેટલું તમારા બધાનું ધ્યાન રાખું છું? આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે હું કેટલી કાળજી સાથે જીવન જીવું છું તે તમને શુ ખબર હોય? તમે તો સવારે ઉઠી અને તમારું બધું પૂરું કરીને નીકળી જાવ છો. અને પછી હું ઘર સાંભળું છું. બાળકોને સાંભળું છું. અને બધા કામ કાજ કરી બધું સાંભળું છું. છતાં તમે કદી પૂછો છો ખરા કે શુ તકલીફ છે? તમારે ઘરમાં શુ જરૂર છે? બાળકોને ભણવામાં શુ જરૂર છે? પણ તમે તો આવીને સૌ પર ગુસ્સો કરો છો. મનફાવે તેવું બોલો છો. છતાં બધા વગર વાંકનું બધું જ સાંભળી લે છે. સહન કરી લે છે. અને કઈ કહેતા પણ નથી. તેઓ એમ માને છે કે પપ્પા આખો દિવસ કામ કરે છે. એટલે બિચારા થાકી જતા હોય છે. એટલે તેઓ ઓફિસમાં કામ કરે છે. અને તેમાં તેમણે આખો દિવસ મગજમારી કરી હોય છે. અને પપ્પા આખો દિવસ મહેનત કરીને ઘરમાં પૈસા લાવે છે. હું જ નહિ બાળકો પણ તમારી કાળજી રાખે છે અને તમારી મર્યાદા રાખે છે. પણ તમે બાળકોનું જરાય ધ્યાન રાખતા નથી. અને તમારે તેમનું ઘ્યાન રાખી તેમને અભ્યાસ કરવામાં મદદ કરવી જોઈએ. અજય તમારા ખંભાથી ખંભો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અને તે અંદરો અંદર આવી આકરી પરિસ્થિતિમાં કેવો ભીંસાય છે. અને કેવો કકળે છે. તે હું અને તે અમે બંને જ જાણીયે છીએ. કારણ કે તમારે તો કોઈની તકલીફો કે કોઈના દુઃખની કઈ અસર થઈ જ નથી. બરાબરને.
અને જાણે અર્ચનાની વાતનો જવાબ વાળવા માટે સુરજિત પાસે શબ્દો નથી. અને તેની જીભ લોચા વાળવા લાગતી હોય તેવું તેને લાગતું હતું.
સુરજિત સાવ ગંભીર અને આશ્ચર્ય સાથે એક નજરે અર્ચના સામે જોવા લાગે છે. જાણે તેને આસપાસ શુ થઈ રહ્યું છે તેની ખબર જ રહેતી નથી ! અને તેને આ બધું માત્ર કાલ્પનિક લાગે છે. સમય અને પરિસ્થિતિની સત્યતા અને ચિત્રને સ્પષ્ટ રીતે સમજી શકતો નથી. જાણે આ બધું જોવા અને સાંભળવા માટે તે સાવ અસમર્થ બની ગયો છે. તે કશું બોલતો નથી. અને ક્રિના તથા અજય સામે જોયા કરે છે. અને બંને ભાઈ બહેન પણ આ બધું ઉભા ઉભા જોયા કરે છે. સુરજિત આ બધું સાંભળીને જાણે હેપ્તાય ગયો છે.
સુરજિત - મારે અત્યારે કોઈપણ જાતની ચર્ચા કરવી નથી. એમ કહીને જોરથી ટેબલ પર પોતાનું બેગ પટકારીને ચાલ્યો જાય છે.
આવી અર્ચના છતાં પણ બોલવાનું ચાલુ રાખે છે.
અજય - બસ કર મમ્મી હવે કઈ બોલમાં પ્લીઝ હવે શાંતિથી બેસીજા મારી વાત માન હવે ચૂપ થઈ જા. અર્ચના - પણ બેટા તે વગર વાંકના એટલા બધા ગુસ્સે શા માટે થઈ જાય છે? ખબર પડતી નથી. તમારો કઈ વાંક હોય, કોઈ ફરિયાદ હોય, તો બરાબર છે કે તેઓ તમને ખીજાય અને તો હું ના પણ પાડું નહિ. અને વચ્ચે પણ આવુ નહિ. આ તો વગર વાંકનું રોજનું સાંભળવાનું થયું. આ વ્યાજબી બાબત નથી ને બેટા મેં ખોટું શુ કહ્યું અહીં? તારું બધું જ કામ વ્યવસ્થિત છે. તું ઘર માટે અમારા બધાને માટે તું આટલું વિચારે છે, સૌની આટલી ચિંતા કરે છે. તું કેટલી તકલીફ સાથે તારું જીવન જીવે છે તે હું સારી રીતે જાણું છું. તો તેઓ કઈ માટીના બનેલા છે કે તેમને આપણી આવી સ્થિતિ છે કે બે ટાઈમે સરખું જમવાનું આપણા કોઈના ગળા નીચે ઉતરતું નથી. અને તેમને જોઈએ તો જાણે કઈ ચિંતા જેવું નામ ક્યાય તેમનામાં વર્તાતું નથી. તેઓને જરાય ચિંતા નથી કે ભગવાને મારાં ઘરે એક દીકરી દીધી છે. તારું અને મારું તો સમજ્યા કે તેઓને આપણા બંનેથી તકલીફ છે પરંતુ ક્રિના એનો શુ વાંક છે આ બધામાં? તે તો વગર વાંકની આ બધામાં પીસાય છે, ખોટી ઢસડાયા કરે છે. તારા પપ્પા એમ પણ જોતા નથી કે મારાં આવા વર્તન અને ઘરના આવા ખરાબ વાતાવરણની મારી ફૂલ જેવી કોમળ દીકરી પર કેવી ખરાબ અસર થશે. ઘરમાં આવુ બધું જ બનતું રહેશે તો આ બધામાં તે બિચારીનું ભવિષ્ય શુ થશે? તેની પણ તારા પપ્પામાં સમજ નથી. પછી સમાજ આપણા વિશે ખરાબ બોલશે, ખરાબ વિચારો કરશે, તેમનું આપણા સૌ પ્રત્યે વલણ બદલી જશે ખાસ ક્રિના માટે. હવે તેઓ આ બધી બાબતને પુરી કરે તો સારું ભગવાન તેમને સદબુદ્ધિ આપે. આ બધું આમને આમ ક્યાં સુધી સહન કર્યા કરવું સમજાતું નથી? ' હે ભગવાન કંઈક તો દયા કરજે મારાં નાથ ' આ નિસાસા સાથે અર્ચના રસોડા તરફ ચાલી જાય છે. અને અહીં શબ્દોના યુદ્ધનો એક અધ્યાય વિરામ લઈ લે છે.