( ગયા અંકથી આગળ )
ત્યાર પછી સાહેબ પણ પોતાના ઘરે જવા માટે રવાના થાય છે.
આ બાજુ અજય પોતાના ઘરે આવે છે. અને ઘરમાં અંદર આવીને મમ્મી, મમ્મી એમ જોર જોરથી રાડો પડતો હોય છે. અર્ચના તરત રસોઈ ઘરમાંથી બહાર આવે છે. અને કહે છે શુ થયું બેટા બોલને?
અર્ચના - મનમાં વિચારવા લાગે છે કે અજય એટલી બધી રાડો પાડે છે તો હવે શુ થયું હશે ભગવાન જાણે. હે ભગવાન ઘ્યાન રાખજો.
અજય - મમ્મી આજે શુ થયું તને ખબર છે?
અર્ચના - ના બોલને શુ થયું છે?
અજય - તું ધાર તો ખરી કે શુ થયું હશે.
અર્ચના - બોલને બેટા શુ થયું છે મને ચિંતા થાય છે. તું શુ કામ મારી ચિંતા વધારે છે?
અજય - થોડી ટ્રાય તો કર યાદ આવશે.
અર્ચના - મને કઈ જ સમજાતું નથી. બોલને બેટા શુ થયું છે?
અજય - ચાલ હવે હું તને હિન્ટ આપીશ પછી તું કહીશ કે શુ થયું એમ?
અર્ચના - હા બોલ શુ છે ભઈ તારી હિન્ટ થોડી ટ્રાય કરીશ બસ.
અજય - તો સાંભળ મમ્મી કે આજે હું તને એવી બાબત કહેવા માંગુ છું જે સાંભળી તારી ખુશીનું ઠેકાણું રહેશે નહિ. તું મને ભેટી પડીશ. બોલ હવે કે હું તને શુ કહેવા માંગુ છું સમજાયું હોય તો બોલ.
અર્ચના - તને સ્કૂલ તરફથી કઈ ઇનામ મળવાનું છે?
અજય - ના મમ્મી.
અર્ચના - તો શુ તારું સમ્માન થવાનું છે?
અજય - ના મમ્મી.
અર્ચના - તો શુ તને શેક્ષણિક પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો છે?
અજય - ના મમ્મી.
અર્ચના - તો શુ પછી તારો તારા ક્લાસમાં કે સ્કૂલમાં કોઈ પરીક્ષા કે સ્પર્ધામાં નંબર આવ્યો છે?
અજય - ના ના ના એવુ કઈ જ નથી. સરખું વિચાર જરાં.
અર્ચના - થોડી વાર વિચાર કરે છે. પણ તે આગળ કશુ વિચારી શક્તિ નથી.
અજય - મંદ મંદ હશે છે. અને કહે છે કે વિચાર મમ્મી વિચાર હવે તને કદાચ યાદ આવી જ જશે.
અર્ચના - થોડી વાર વિચાર કરે છે. પછી કંટાળી જાય છે. ત્યારે તે અજયને કહે છે કે બેટા બોલને શુ વાત છે? મારે બહુ કામ છે.
અજય અર્ચનાનો હાથ પકડી ગોળ ગોળ ફરવા માંડે છે.
અર્ચના - બોલને બેટા શુ થયું છે? મારે કામ કરવાનું બાકી છે. શુ કરવા હેરાન કરે છે?
અજય - હા બસ હવે પાકું શુ થયુ તે કહિ દઈશ બસ. અર્ચના - બોલ તું શુ કામ એટલો બધો ખુશ છે આજે?
અજય - તને યાદ છે મેં તને પરીક્ષા વિશે વાત કરી હતી. અને જેના પુસ્તક હું ઘરે વાંચવા માટે હું લાઈબ્રેરીમાંથી લઈને આવ્યો હતો.
અર્ચના - હા પણ તે બધા પુસ્તકને તો તારા પપ્પાએ એટલું બોલી તે અટકી જાય છે.
અજય - હા પણ જાણવા જેવી વાત તો હવે છે.
અર્ચના - શુ?
અજય - આજે સ્કૂલનો સમય પૂરો થયાં બાદ રજાના ટાઈમે હું અને અમિત અમે બંને આવી જ રહ્યા હતા. ત્યારે સાહેબે મને બોલાવ્યો. અને કહ્યું કે આ પરીક્ષા માટે પુસ્તક હું તને આપીશ. અને હવે પછી તારા ભણવા માટેનો ખર્ચો હું આપીશ. તારા મમ્મી -પપ્પાને કહી દેજે કે તારા ભણવાની ચિંતા ન કરે. તારે હવે ક્યાય જરૂર જણાય તો તું મને મૂંજાયા વિના વાત કરજે બેટા.
અર્ચના - શુ વાત કરે છે બેટા?
અજય - હા મમ્મી અને આજે થોડા પુસ્તક તેમણે મને આપ્યા છે. અને બાકીના પછી આપવાના છે.
અર્ચનાની ખુશીનો પાર રહેતો નથી. તે અજયને ભેટી પડે છે. અને ત્યારે જ ક્રિના ત્યાં આવે છે. અને આ બધું જોઈને પૂછે છે કે શુ થયું છે? ત્યારે અજય બધી વાત ક્રિનાને કહે છે. સૌ આનંદિત થઈ જાય છે. અને ખુશીનું વાતાવરણ પ્રસરે છે. અર્ચના - અજયને ભેટીને કહે છે કે તારી મહેનત તને ફળી ગઈ બેટા
અજય - મનમાં કહે છે કે મમ્મી મહેનત જરૂર મારી છે પણ મદદ અમીતની છે. તેની મદદ વિના કશુ જ થઈ શકવાનું શક્ય ન હતું.થૅન્ક યુ વેરી મચ અમિત તું મારો સાચો અને પાકો મિત્ર છે. જે મારાં દુઃખમાં અને તકલીફોમાં હંમેશા મારી મદદ કરે છે.
આમ અહીં સુખનો સુગંધી પવન ફેલાય છે. અને સૌની તકલીફ દુર થાય છે. સૌ ચિંતા મુક્ત બને છે.