સૂર્યોદય
આજે એક નવો જ સૂર્યોદય ભીતર થયો છે.
લાગણીના નિરને આભાસ ગંગાજળ થયો છે.
રોજ નરી આંખે દેખતા વિશ્વને સમજવા માટે,
કોલાહલ નાસમજ બાળ સમો નિરંતર થયો છે.
નથી કશુંજ નોખુ ક્ષિતિજે ગગન ધરાનુ મિલન,
દ્રષ્ટિ ભેદના કાજળનો હોબાળો સહજ થયો છે.
સંપૂર્ણ સંતુષ્ટ છલોછલ નિજાનંદ આનંદ આતમે,
દેહ તણા બાહ્ય પરખે તૃપ્ત લોભ રતમત થયો છે.
સત પ્રેમ ખજાના તણી ચાવી શોધવી ક્યાં મુશ્કેલ,
નિધ સમર્પિત ભાવનો માહ્યલે જેને ઉદય થયો છે..
નિધિ_નિહન..