"શું કહેવાય.?"
આવે છે,જાય છે,શ્વાસ..
પણ કેવી રમત કરી જાય છે.?
શું આને જ જીવન કહેવાય છે.?
જાય શ્વાસ ને શરીર શિથિલ થાય છે.
એક એક ઘટક માંથી ચેતના જાય છે.
શું આને જ મૃત્યુ કહેવાય છે.?
આયુષ્યનું અવલોકન આમ થાય છે.
જન્મ મૃત્યુ સુધીનો મંડાય સરવાળો.
શું આને જ કહેવાય ઉંમરનો ગાળો.?
શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય.
ગરીબોના ભોજનમાં ટીપુ તેલ ન દેખાય.
શું આને સમાજની અસમાનતા ન કહેવાય.?
પુત્ર નો જન્મ થયો પેંડા વેચાય.
પુત્રી જો જનમે,.......
માથાકૂટ,તકરાર ને પરિવારમાં યુદ્ધ થાય.
શું આને સંસારની ભેદ રેખા ન કહેવાય.?
વ્યભિચારી,અત્યાચારીનો જય જય કાર થાય.
સ્ત્રીની હાલત દયનીય ને નાજુક થાય.
શું આને કલિયુગની શરૂઆત ન કહેવાય.?
🖊️ જયા.જાની.તળાજા."જીયા"