શિવના શરણમાં જીવનો ઉદ્ધાર છે.
શિવના શરણમાં જીવ ભવપાર છે.
શિવના નામથી સંકટો જાય છે.
શિવસમાન ના કોઈ મનાય છે.
અધમપાપીને પણ શિવનો આવકાર છે...1
પંચાક્ષર જપતાં જીવનસાર છે.
દેનારા શિવજી દિલનાદાતાર છે.
ભજી લ્યો શિવને માનવ અવતાર છે..2
ભાવનાના ભૂખ્યા શિવ સરકાર છે.
રીઝે ભોળાનાથ જે ભક્તિ કરનાર છે.
ઝંઝાળ છોડો એક શિવનો આધાર છે..3
જીવને માયાનું વળગણ અપાર છે.
શિવને નિર્મળ મનનો સ્વીકાર છે.
શરણ સ્વીકારો તો થાય બેડોપાર છે..4.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.