Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દ સામે શબ્દ એવો રિવાજ ન કર.
તડને ફડની બોલે વાણી સમાજ ન કર.

આપીને લેવાની છે આ દુનિયા આપણી,
કોઈને બનાવી ગુલામને તું રાજ ન કર.

ગઈગુજરી કે આવનારી વેળા નથી હાથે,
ભૂલેચૂકે પણ અવગણવાની આજ ન કર.

છોડ આશા કોઈના ભોગે લાભ ખાટવાની,
ને સ્વાર્થની હોય બદબૂ એ અવાજ ન કર .

છે દરેકને જીવવાનો સમાન અધિકાર અહીં,
અહંનું શમન અહં એવો કદી ઈલાજ ન કર.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112033571
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now