સ્નેહની દોરીથી ઊભય બંધાયા ભેરુ આપણે.
તેથી જ સૌની નજરમાં સવાયા ભેરુ આપણે.
નાનપણની મિત્રતા હજુ અડીખમને અકબંધ,
છોને રક્તના સંબંધે ના ગણાયા ભેરુ આપણે.
સાથ અને સહકાર એ હાથવગાં હથિયાર છે,
તોયે મજાક મસ્તીમાં હરખાયા ભેરુ આપણે.
ભૂલ ભગવાનની કે ભાઈ નથી બનાવ્યા અમને,
તેથી શું? ભાઈબંધ થૈ ઓળખાયા ભેરુ આપણે.
સાવ એવું નથી કે હરવખ્ત હા માં હા જ હોય,
એકમેકને રોકવા ટોકવાથી પંકાયા ભેરુ આપણે.
એમ તો મતભેદ કોઈ વખતે થતા વિચારભેદથી,
પણ મનભેદ પરસ્પર ના કદીએ થયા ભેરુ આપણે.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.