બાળ તારો છું મને તું પાળજે.
રાહ ભટકેલો મને તું વાળજે.
નાવડી ડૂબે કદી ભવસાગરે,
હાથ ઝાલીને મને સંભાળજે.
આખરે માનવ ગણી સ્વીકારજે,
દીન જાણી તું મને અપનાવજે.
દોષ અગણિત હોય મારા હરિવર,
ભક્ત જાણી નાથ એને ભૂલજે.
હોય હરિવર ઉર મધ્યે વસવાટને,
દિલ ધણી આરત કદી ઉર ધારજે.
- ચૈતન્ય જોષી. 'દિપક' પોરબંદર
( ગાલગાગા ૨ ગાલગા)