અંધારી ઓરડીમાં નાનકડું કાણું શું પડી ગયું,
પ્રકાશનું એક કિરણ મળતાં ફૂલ ખીલી ગયું🌻🌸
રહેતું હતું એ અસમંજસમાં કે ઊગવું શી રીતે,
ઊગવાની ચાહમાં એને કિરણ મળી ગયું,
ને સવાર સવારમાં એ ફુલ ખીલી ગયું ,🌻
ન રોકી શકે હવે એને કોઈ અંધકાર,
એના જીવનનું અજવાળું હવે થઈ ગયું❤️🌻