Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" ખરેખર ? "

નજરથી નજર મળતાં આંખો થઈ 'તી ચાર, ખરેખર!
પહેલી નજરનું તીર થયું' તું દિલની આરપાર, ખરેખર!

ના લાગતી ભૂખ તરસ, બસ મન રહેતું કાયમ ગુમસૂમ,
સતત એના વિચારોમાં જ દિલ રહેતું બેકરાર, ખરેખર!

બસ, એક ઝલક એની દેખવા રહેતો આકુલવ્યાકુલ,
વળતી દિલને ટાઢક જ્યારે થતાં એનાં દિદાર, ખરેખર!

એ પગપાળા ચાલતી આગળ, સાઈકલથી હું પાછળ,
પૈડાં ઘસાઈ ગયાં હતાં સાઈકલના દસ બાર, ખરેખર!

આજ તો હું જરૂર કહી દઈશ, મારા દિલની વાત એને,
ચૂપ થઈ જતો એની સામે, ના થતો એકરાર, ખરેખર!

કિશોરાવસ્થાની એ નાદાનિયત પણ ખુબ યાદ આવે છે,
"વ્યોમ" એ હતું બસ આકર્ષણ, નહીં કે પ્યાર, ખરેખર????

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 112022110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now