English Quote in Poem by Rakesh.P.Savani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવડવું જોઇએ

જીવન જીવતા આવડવું જોઈએ,
સંબંધો સીવતા આવડવું જોઈએ !
અમૃત નહિ મળે રોજ બે રોજ,
ઝેર પીતા પણ આવડવું જોઈએ !

વાત વાત માં રુઠવું સારું નહિ,
સહન કરતા પણ આવડવું જોઈએ !

અક્ડ ઝાડ પહેલું તૂટી જાય,
થોડું નમતા પણ આવડવું જોઈએ !


બધું કઈ પચી નહિ શકે,
થોડું વહેંચતા પણ આવડવું જોઈએ !

બેઠાડું જિંદગી શ્રાપ છે,
થોડું નાચતા પણ આવડવું જોઈએ !

ચોપડીઓ અચૂક વાંચો,
ચેહરા વાંચતા પણ આવડવું જોઈએ !!

English Poem by Rakesh.P.Savani : 112021560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now