ગંભીરતાથી જીવાતી આ જીંદગી હતી,
હું દરેકને પોતાના માની સાચવતી હતી.
મારી ફ્રિક કોઈ ન કરે ગણકારતી ન હતી,
હું તો બધાની ફિકર કરીને જીવતી હતી.
પિયર હોય કે સાસરું - મારું માનતી હતી,
સમયની એક થપાટે મને હચમચાવી હતી.
નિર્દોષ મારી લાગણી સૌએ દુભાવી હતી,
સ્વાર્થના સંબંધો સમજતા વાર લાગી હતી.
મારા માન્યા, એણે પીઠ પર છૂરી મારી હતી,
પૂછયું તો મને જ સૌએ દોષી ઠહરાવી હતી.
કેટલાયે દિવસો ને રાતો હું વિચારતી હતી,
ક્યાં ભૂલ થઈ છે મારી મને સમજાતી ન હતી.
આ બધામાંથી બહાર આવવા હું મથતી હતી,
છેવટે, આ જીંદગી મેં જાતે મજાક બનાવી દીધી.
હવે, હું જીવું મને જે યોગ્ય લાગે એ રીતથી,
હસતા મોઢે પણ અંદરથી પોતાને રડતી મૂકી દીધી.