અટકવાનું નથી મંજિલ હજી દૂર છે.
ભટકવાનું નથી મંજિલ હજી દૂર છે.
પ્રલોભનો તો રસ્તામાં આવેય ખરા!
વશ થવાનું નથી મંજિલ હજી દૂર છે.
કેટલો પથ છે બાકી ધ્યાન કેન્દ્રિત કરો,
પાછું વળવાનું નથી મંજિલ હજી દૂર છે.
જુસ્સો ના ઓગળવો જોઈએ ક્યારેય,
કોઈથી ડરવાનું નથી મંજિલ હજી દૂર છે.
સફળતા શોધશે તમને હાથ દીવો ધરીને,
જરાય ડગવાનું નથી મંજિલ હજી દૂર છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.