પ્રતીક્ષાની પરાકાષ્ઠાએ શબરીને રામ મળ્યા હશે.
આગમન રામનું નિહાળી ગુરુના આશિષ ફળ્યા હશે.
હરખઘેલી થઈને એ નારી રામ દર્શને પુલકિત થઈ,
દર્ભાસન બિછાવી રામ લક્ષ્મણ ને બેસાડ્યા એણે,
ને નયન અશ્રુ થકી ચરણો રામના એણે ધોયાં હશે .
ફળી સાધના એક ભીલ નારીની રામના આગમન થકી,
કૌશલ્યા બનીને એંઠા બોર એણે ખવડાવ્યા હશે.
શબરી કરતાંય વિશેષ રાજી રામ જોવામાં આવ્યા,
વનવગડે શ્રીરામને આજે કૌશલ્યા માં સાંભર્યા હશે.
નવધા ભક્તિના ઉપદેશે સ્તુતિ શબરી તણી કરી,
શબરીને વિદાય આપી સુગ્રીવ ભણી ગમન કર્યા હશે.
-ચૈતન્ય જોષી . દીપક ,પોરબંદર.