વરસી રહ્યો છે મેઘ મુશળધાર આજે,
રખે ને હૈયા વરાળ ચઢી હશે ક્યાંક આભે...
ખીલી રહી ચાંદની સજી સોળે શરણગાર સાજે,
રખે ને ભાણ ભળકે બળ્યો હશે ક્યાંક આજે...
વ્હાલી વસંતના વધામણા વનવગડામાં ગાજે,
રખે ને પર્ણના હૈયે ક્યાંક હશે પીડ પાનખરની જોજે...
ચાહે "કમલ" સમાવી લે તુજને આગોશમાં ,
રખે ને ભરમાણું એ પાછું "અનોખીપ્રિત"માં આજે...