એક વળાંક પર એ જૂનો ચહેરો દેખાયો,
જાણે મારો આખો ભૂતકાળ સામે આયો.
સાથે એની મંગેતર ને હાથમાં એનો હાથ હતો,
બંને બહુ ખુશ હતા,
જોઈને એને આમ, મારું હૈયું થોડું હારી ગયું,
કાલે પરીક્ષા છે ને મન મારું ક્યાંક ભટકી ગયું.
વર્ષો પછી જોયો તો પણ એ જ જૂનો અંદાજ,
પણ હવે એની ખુશીમાં મારો ક્યાં કોઈ સાદ?
હવે આંસુ લૂછીને મારે પુસ્તકોમાં ખોવાવું છે,
ભૂતકાળ ભૂલીને મારે મારા ભવિષ્યને સજાવવું છે.(2)