* જીંદગી *
કાલે રાત્રે એક સપનુ જોઈ,
હુ તો એમા ખોવાઈ ગઈ હતી.
એક ઝલક જીંદગીની જોઈ,
એ મારી સામે મલકાઈ રહી હતી.
ધીમેથી હુ એની પાસે ગઈ,
એ મને પ્રેમથી પંપાળી રહી હતી.
મે એને ઠપકો આપતા કહ્યુ,
કેમ મુજથી આટલી નફરત કરતી હતી?
એણે હસીને કહ્યુ હુ જીંદગી છુ,
તને જીવતા શીખવાડી રહી હતી.