કૃષ્ણ જોઈએ છે
જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે,
મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.
સ્વાર્થી દુનિયામાં સારથી બને એવો,
મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.
વ્યથા મિટાવે,ને વિચલિત ન થવા દે,
જે શ્વાસમાં ભળી,વિશ્વાસ બની રહે.
સુખ-દુઃખમાં ખીજવે,વ્હાલથી મનાવે,
એવો મિત્ર જોઈએ છે,કૃષ્ણ જોઈએ છે.
જેના ખભે હાથ મૂકીને,બેખૌફ ચાલી શકું,
ખોળામાં માથું રાખી, નિરાતે હું સુઈ શકું.
જેનો હાથ પકડી,જિંદગીના પંથે દોડી શકું,
એવો મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.
અશ્રુ વહે, તો પડછાયો બનીને રોકે,
મન મૂંઝાય, તો કાનમાં મીઠું ગીત બોલે.
ખુશીમાં મારાથી પણ વધારે ખુશ થાય,
એવો મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.
સંઘર્ષના મેદાનમાં શસ્ત્ર બની આવે
મોહમાયાના જળમાં હંસ થઈ આવે.
સાથ આપે, વિશ્વાસ આપે એવો,
મિત્ર જોઈએ છે, કૃષ્ણ જોઈએ છે.
- હાર્દિક ગાળિયા