Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાચા #દોસ્તને સાચવો.....
♥️♥️♥️♥️♥️♥️
તું આવવાની છે તે સાંભળી હૈયું હાથમાં ના રહ્યું. કેટલા વરસે તું આવી રહી છે!એક દાયકો વીતી ગયો.કદાચ મને એમ હતું કે દિપાલી ભૂલી ગઈ છે.પરંતુ તારા આવવાના એક કૉલે મારી બધીજ નિરાશાઓ ખંખેરી નાખી.
દીપક અતીતની યાદોમાં સ્વગત બોલ્યે જતો હતો.દિપાલી ! તને ખબર છે? આપણે બેઉ એક વખત રસ્તામાં બાઈક પર જતાં હતાં ત્યારે એક નાનકડું મંદિર આવ્યું.આરસનો ચોખ્ખો ઓટલો અને મંદિરની ફરતે લીલી વનરાજીથી વિંટડાયેલી વિવિધ લતાઓમાં વિવિધ ફૂલો જોઈ ઘડીભર તો તું નાચી ઊઠી હતી.તારી ભંગીમાઓ જોતાં મનોમન હું ખુશ થતો હતો.આશા હતી કે આપણે સાથે લગ્ન કરી જીવશું, સાથે મરશું. ખૂબ રખડ્યાં. એ દિવસોમાં તારા વગર હું ઘડીકેય રહી ના શકતો. તું પણ મને સતત ઝંખતી. અવનવા સ્થળે આપણે બેઉ બાઈક પર ઉપડી જતાં.. આહહહ કેવી જિંદગી હતી?અને આજે તું વરસો પછી મને જ મળવા આવી રહી છે! કેમ આવતી હશે? હું તો પરણી ગયો છું તે તો એને ખ્યાલ જ છે. મેં એને કંકોતરી લખી હતી.તેણે તો મને જાણ કર્યાં વગર લગ્ન કરી લીધાં હતાં. ફોન પર મેં પૂછ્યું તો કે હું એકલી જ આવું છું. શું કામ પડ્યું હશે મારું? અચાનક રૂબરૂ આવવાનું કારણ? મેં એને પૂછ્યું પણ નહિ કે કોણ કોણ આવો છો આવવાનું કારણ એવું કોઈ જ પૂછ્યા વગર અતિ ઉત્સાહમાં હા તો પાડી જ દીધી છે.મનમાં શંકા - કુશંકાનાં વાદળોમાં તે ચંદ્ર જેમ ઢંકાઈ ગયો.ઓરડામાં અંધારું થતાં દિપકે બત્તી કરી.ત્યારે ખબર પડી કે સંધ્યા થઇ ગઈ છે.તે નજીકના શહેરથી લોકલ બસમાં સાત વાગે ગામે ઉતરશે.બસ સ્ટેન્ડ પર મને રિસીવ કરવા આવજે.દિપાલી ફોન પરના છેલ્લા શબ્દો યાદ આવતાં તે વિચારમંથન પડતું મુકી ઝટ બાઇકને કીક મારી તે બસ સ્ટૉપ પર પહોંચ્યો.બસ હજુ આવી નહોતી એટલે હાશકારો થયો.બાઈક સ્ટેન્ડપ કરી તેની વાટ જોવા માંડ્યો.ખૂબ મંથનને અંતે દિપાલીનું આગમન થયું.દસ વરસે કેમ આવવાનું થયું હશે તેવા વિચાર તંદ્રામાં પાછો ખોવાઈ ગયો.
નિર્ધારિત સમયે બસ સ્ટૉપ પર આવી.ઝટ બાઈક પરથી ઉતરી બસના પગાથીએ પહોંચીને દીપાલીની ઉતરવાની ઘડી જોતો રહ્યો.દીપકનું મન અધીરું બન્યું.દિપાલી ભરેખમ સામાન બેઉ હાથમાં મોટી બેગ લઈને જેવી પગથિયે આવી એટલે દીપકે પહેલાં તો તેના ચહેરા સામે ક્ષણિક જોઈને હાથમાં ભારેખમ થેલો લઇને નીચે મુકી બીજો સામાન ઉતારવામાં મદદે લાગ્યો.છેલ્લે બસના પગથિયે દિપાલીનો હાથ પકડી ઉતારી.સામાન બાઈક પાસે લઇ પછી દિપાલી સામે જેવો આંખ મિલાવવા જાય છે ત્યાં દિપાલી ખુદ બે હાથ ફેલાવીને હ્રદયસરસી ભેટી પડી.હરખનાં છે કે મુશ્કેલીના બે આસું છે,તે દિપક સમજી ના શક્યો.ઘડી બે ઘડી બાદ દિપાલીએ હાથ ખુલ્લા કરી પોતાની આંખમાં આવેલાં આસું પોંછી બાઈક પર સામાન સાથે બેસી ગઈ અને દીપક પોતાના ઘેર લાવ્યો.હજુ પણ બેઉ ચૂપ હતાં.સવાલ ઘણા ઘુમરાતા હતા પરંતુ દીપક એટલા માટે ચૂપ હતો કે દીપાલી ફ્રેશ થાય પછી જ વાત.કેમકે દિપાલીના સામાનથી લાગતુંતું કે રોકવા આવી હશે.
દીપાલી બાથરૂમમાં ફ્રેશ થઇ આવી.કપડાં બદલી ઘરના એક કમરામાં તેનો સામાન દિપકે મુકી દીધો હતો.આંગળી ચીંધી દીપાલીને રૂમ બતાવી તે પલંગ પર બેઉ બેઠાં.
. તેના રૂમમાં બીજું કોઈ હતું નહિ.એટલે જાતે પાણી કોફી બનાવી દીપાલી ને આપી.દીપક તેના ગામથી દૂર એક મહાશાળામાં તે પ્રોફેસર હતો.દીપાલી બોલી.. દીપક કેમ ઘરમાં કોઈ નથી? વાઈફ કયાં છે ? દીપક બોલ્યો... તારો કૉલ આવ્યો તેના બે કલાક પેલાં તેના પપ્પાને પિયર કોઈ અગત્યનું કામ પડ્યું એટલે ગઈ છે.પરંતુ તું ટેન્શન ના લે હું એને કૉલ કરી દઉં છું.કે તું આવી છે. દીપાલી બોલી.ઓકે! દીપક કૉલ કરી ને દીપાલીના આકસ્મિક આગમનની બાબત પૂછી... બોલ દીપાલી! તારું આમ આવવાનું આકસ્મિક કારણ? તે પણ તારા ભરેખમ બેગ સાથે....! ત્યાં દીપાલી બોલી... હું સાડી વેચવાનો ધંધો કરું છું.મારા પતિને કોઈ અન્ય જોડે લફરું હોઈ તે મને આ દસ વરસમાં કામવાળી સમજી નજીક તો ઠીક પરંતુ બોલાવતો પણ નહિ હતો.મેં આ સમયમાં ખૂબ સહન કર્યું.અસહ્ય ન થતાં મારે એ ઘરે થી નીકળવાની ફરજ પડી.પિયરમાં ભાઈ ભાભીના બેઠે રોટલા કયાં ખાઉં? છેવટે ઓશિયાળો રોટલો ખાઈ કોને ભારે પડું? માટે મેં એક ઓરડી ગામની અંદર ભાડે રાખી છે.હું એકલી રહું છું. શરૂઆતમાં ખૂબ એકલું લાગ્યું પરંતુ હવે એકલતા કોઠે પડી ગઈ છે.આપણી સાથે ભણતા તમામ મિત્રોમાં ફેરી કરતાં તારો નંબર મળ્યો ને કોન્ટેક કર્યો.મારા પતિ પાસે હું વરસોથી જતી નથી અને એણે મને આજ સુધી હું કયાં શું કરું છું, તે ખબર લીધી નથી.શું કરું પછી ત્યાં જઈ? હું હરખનો જાત મહેનતનો રોટલો ખાઈ દહાડા કાઢું છું.
. આટલું બોલતાં દીપક જાણે ફીલ્મ નો ઘડી ઘડી બદલાતો પ્રસંગ જોઈ દિ્ગમૂઢ બની દીપાલી સામે જોઈ રહ્યો.આંખમાં આંસુ સાથે સ્વસ્થ થઇ બોલ્યો.દીપાલી! તું થાકી છે.ટિફિન મેં મંગાવી લીધું છે.તું ભૂખી છે માટે જમી લે પછી નિરાંતે વાત કરીએ.
જમ્યા પછી દીપક બોલ્યો.. દીપાલી તારે આવી રીતે સાડી વેચવાની ફેરી નથી કરવી.મારી કોલેજમાં એક ક્લાર્કની જગ્યા છે.તારા માટે નોકરી અને રહેઠાણ બેઉ વ્યવસ્થા કરું છું.બીજું કંઈ ના વિચારીશ.. હું માત્ર તારો દોસ્ત છું. ભૂતકાળ જે હોય તે.મારી હૂંફ તને મળતી રહેશે.
તે રાતે દીપાલીની સર્વ વાતો સાંભળી દીપક ક્યારે ઊંઘી ગયો ખબર ના પડી.બીજી તરફ દીપાલી થાકેલી હતી.તે વિચાર કરતી કરતી ભગવાનને કહી રહી હતી ભગવાન! તેં મને મારો દોસ્ત પાછો મને મેળવી આપ્યો..અસ્તુ!
(#દોસ્તને તમારી સુખ દુઃખની વાતો શૅર કરતા રહો. જેને સાચો દોસ્ત મળ્યો છે,તે આ જગતનો સુખી માણસ છે.)
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 112007306
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now