થાય માળા કામની તો છે ઇબાદત,
જાત સાથે જાતની તો છે ઇબાદત;
છે ભરમ કોઈકના રંજાડવાનો,
રાહ જુઓ તાતની તો છે ઇબાદત;
કોણ જાણે કેમ જીવી જાણતો તું,
જાપ માળા ઈશની તો છે ઇબાદત;
પાપ-પુણ્યોના હિસાબો શું કરો છો?
બીક રાખો કર્મની તો છે ઇબાદત;
બારણે વાગે ટકોરા કાળ કેરા,
હોય શ્રદ્ધા રામની તો છે ઇબાદત..!!
- પંકજ ગોસ્વામી 'કલ્પ'