ધારે તો બતાવે સાચી રાહ,
ને ફરે મગજ તો ચીંધે ઊંધો માર્ગ.
ડરતાં લોકો પત્રકારની કલમથી,
તો જાણતાં ખબર દેશદુનિયાની,
આ જ પત્રકારની કલમ થકી.
શીખવે અવનવું પોતાની રચનાઓ થકી,
ચીંધે રાહ જીવનની દિશા તરફ,
પ્રેરણા, પ્રોત્સાહન ને આશાનું કિરણ,
મળે લેખકની કલમ થકી.
તમામ લેખકોને 'રાષ્ટ્રીય લેખક દિવસ'ની શુભેચ્છાઓ💐
- Tr. Mrs. Snehal Jani