શબ્દોમાં ઘણું જ સાર્મથ્ય રહેલું છે.
જાણ્યું છે અનુભવ્યું છે ત્યારે જ માણ્યું છે.
શબ્દો અમૃત અને વિષ બન્ને રહ્યા.
અરે, શબ્દ તો શબ્દ જ છે પહેલી નજરે.
બસ તેની પસંદગી તેને પસંદ કરનારને મહાન અથવા નિમ્ન બનાવે છે.
શબ્દોનાં પડઘા પર્વતમાં પણ કંપન પેદા કરી શકે છે
શબ્દોના ધ્વનિ સમુદ્ર પણ વમળોની ચક્રવાત સર્જી શકે છે.
શબ્દ માર્ગ રોકી પણ દે.
શબ્દ માર્ગ આપી પણ દે.
તે શબ્દોનાં ઉપયોગ પર રહ્યું.
શબ્દ નું સાર્મથ્ય માણસની 'વિવેકબુદ્ધિ' રહી.
કહેવાય છે કે શબ્દો રાજ અપાવે છે, તો રાજ લૂંટાવી પણ દે.
યોગ્ય શબ્દ ની સમજ ના હોય કે ઉતાવળ હોય તો કુંભકર્ણ ની માફક ઇન્દ્રાસન ની જગ્યાએ નિંદ્રાસન પણ પ્રાપ્ત કરવું પડે છે.
ક્યારેક શબ્દોની પસંદગીમાં પણ નિયતિ ખેલ ભજવી જાય!
જે કદાચ કેટલાય લોકો સાથે કુંભકર્ણ ની જેમ થતું હશે.
મહાભારતના યુદ્ધનું કારણ મુખ્યત્વે પાંડવોને થયેલો અન્યાય એકલો જ ના કહી શકાય.
કિન્તુ દ્રોપદી દ્વારા બોલાયેલા વિષાક્ત શબ્દોનો પણ સમાવેશ થઈ શકે.
આંધળા ના છોકરાં પણ આંધળા રહ્યા.
સંપૂર્ણ સત્ય ખબર નહીં પરંતુ આ રીતે શબ્દો હોય તો કારણ તો યુદ્ધનું બન્ને બીજા પક્ષે.
જો શબ્દ 'વચન' બને તો પ્રાણ પણ લૂંટાવી દે
જો શબ્દ 'શ્રાપ' બને તો પ્રાણ લઈ પણ લે.
શબ્દોમાં ઘણી જ ઉર્જા રહેલી છે.
સમગ્ર બ્રહ્માંડ નાં સર્જન અને ચલાયમાન ગતિમાં ધ્વનિ નું પણ એક આગવું અલગ મહત્વ રહેલું છે. ધ્વનિ પણ એક શક્તિશાળી ઉર્જા જ રહી.
શબ્દો પણ ધ્વનિ નો જ એક અદશ્ય ભાગ રહ્યો.
હા પણ ઘણું બધું દશ્યમાન કરી દે છે.
જે માણસને શબ્દોની પસંદગી ની સમજણ નથી તેની જીંદગીમાં ઘણી જ અણસમજ પેદાં થઇ શકે છે.