Quotes by #KRUNALQUOTES in Bitesapp read free

#KRUNALQUOTES

#KRUNALQUOTES

@krunalmevada1
(41)

" મુશ્કેલીઓ રૂ ભરેલા કોથળા જેવી હોય છે, જો તમે જોયા કરશો તો બહુ ભારે દેખાશે પણ જો ઉપાડી લેશો તો હળવી ફૂલ જ હોય છે ".

Read More

ઉપકાર જ યાદ રાખ્યા,
ભૂલને ભૂલી જઈને,
મેં સંબંધોના હિસાબ
એ રીતે ચોખ્ખા કર્યા.
- #KRUNALQUOTES

" ભગવાન ફકત ત્યાં જ નથી હોતા જ્યાં આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ ભગવાન ત્યાં પણ હોય છે જ્યાં આપણે ગુનો પણ કરીએ છીએ ".

Read More

બધાં દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે.
મન પ્રસન્ન રાખો બધાં દુઃખ દૂર થઈ જશે એ હકિકત છે.

એકાંતમાં પોતાના વિચારો
અને જાહેરમાં પોતાના શબ્દો પર,
કાબુ રાખનાર વ્યક્તિ આ દુનિયા
બદલવાની ક્ષમતા રાખે છે !!
- #KRUNALQUOTES

Read More

સફળતા એ દિવસે ને દિવસે પુનરાવર્તિત થતા
નાના પ્રયત્નોનો સરવાળો છે.

"મનમાં ઊતરવું”
કે પછી
"મનમાંથી ઊતરવું”
એ ફક્ત તમારો વ્યવહાર નક્કી કરે છે.

- #KRUNALQUOTES

સંબંધ મોટા નથી હોતા,
સંબંધને સાચવનારા મોટા હોય છે !!
#morningમંત્ર

સાચી ધનતેરસ કઈ???

આજે છે આસો વદ તેરસ.
એટલે કે ધનતેરસ.
ધનતેરસ એટલે લક્ષ્મી કે ધન પૂજાનો દિવસ. આજે દરેક
ઘરમાં લક્ષ્મીપૂજન થવાનું જ.ધનની પૂજા સાથે
મહાલક્ષ્મીની આરાધના કરવા આજે દરેક
વ્યક્તિ સજીધજીને તત્પર હશે અને આમ પણ કહે છે ને કે
પૈસો સર્વસ્વ નથી પણ જિંદગી જીવવા તેની પણ
જરૂર તો પડે જ છે.
જેની પાછળ જગત આંધળી દોટ મૂકે છે તે લક્ષ્મીને
ભારતીય સંસ્કૃતિએ પવિત્ર અને માતા સમાન માની છે.
લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ છે. પુરુષ તેનો પુત્ર છે.
વેદોમાં લક્ષ્મીની સ્તુતિ કરતાં કહ્યું છે, પાપકર્મો માટે
વપરાય તે અલક્ષ્મી. સ્વાર્થ માટે વપરાય તે લક્ષ્મી અને
નિ:સ્વાર્થ કાર્ય માટે વપરાય તે મહાલક્ષ્મી.
આપણા દેશમાં સ્ત્રી ને લક્ષ્મી સાથે સરખાવવામાં. આવે છે.
તો પછી આજના દિવસે ચાલોને એ ગૃહલક્ષ્મીની જ
પૂજા કરીએ તો કેવું..?
સ્ત્રી શક્તિરૂપે રહેલી માતા બહેન કે પત્ની કે સખી ને આદર , માન - સન્માન આપીને પૂજા કરી શકાય છે..

સૌ મિત્રો અને વડીલો ને ધનતેરસ ની ખુબ ખુબ શુભકામના માં લક્ષ્મી તમારું જીવન સુખ-સંપત્તિ થી ભરપૂર રાખે તેવી ઇશ્વર ને પ્રાર્થના.. 🙏🙏

🔅 અસ્તુ 🔅

Read More

" બધાની નકલ થઈ શકે છે પણ ચરિત્ર, વ્યવહાર, સંસ્કાર અને જ્ઞાન ની નકલ થઈ શકતી નથી અને તક ને તૈયારી બંને મળીને જ ભાગ્ય બને છે. "

Read More