સાગરને નદી સ્પર્શ છે ત્યારે નદી નદી નથી રહેતી.
બસ તે સાગરની થઈ જાય છે.
હિલોળા મારી રહેલા અગાધ જળમાં.
કેવું ખળખળ વહેતું સ્નેહનું ઝરણું ભળી જાય છે.
વાંસળી નાં સૂર
ફક્ત ગોપીઓ, ગોકુળ કે રાધાને જ નહીં.
આખેઆખી પ્રકૃતિને મોહિત કરી દેવા સક્ષમ રહ્યા.
સંગીતમાં સ્નેહ ભળે તો સંગીત પણ સામર્થ્યવાન બને છે.
જ્યારે શબ્દો નાં સમજાય ત્યારે સંગીતના સૂરો થોડું નહીં ઘણું જ સમજાવી જતા હોય છે.
દૂર થી માર્ગને જોતાં જ લાગે.
માર્ગ તો સ્થીર જ રહ્યોં છે.
પથિકે સમજવું પડશે.
મુસાફર નાનાં નાનાં ડગલાં માંડશે .
આપોઆપ મંઝીલ તરફ સંપૂર્ણ પ્રયાણ થશે.
નજર ના પોંહચી શકે તે સાગરની વિશાળતા વચ્ચે પણ દ્વિપ ઉપસેલા હોય છે.
ખરેખર સાગર મધ્યે પણ માટીનું તો અસ્તિત્વ દેખાય આવે છે.
અરે જ્યાં માટીને નિરાંત છે ત્યાં હરિયાળી આપો આપ ખીલશે.
તરવૈયાએ કિનારો પામવો જરુરી રહ્યો પણ તેને થોડો વિરામ દ્વિપ પર પણ મળી શકે.
બસ જીંદગી રહી નહીં, વહી રહી હોય ત્યારે મૌન અતિશય ના શોભે.
મન ભીંતર થી જે અવાજ કરે.
તેનું અનુસરણ સમજણથી કરીને પરમાનંદ પ્રાપ્ત કરી શકાય છે.