મન ખુશ થઈ ગાવે,
આજે મારો ભાઈ આવે.
મોસમ ખુશ ખુશ થઈ જાવે,
પાછળ ધીમે ધીમે આવે.
પવન ધીમો ધીમો આવે,
મોર બની મન વરસાદ ને બોલાવે.
આજે મારો ભાઈ...
દીપ ચંડી ના તાલે મનડુ હરખાવે,
તેની ખુશીમાં દલડુ ખુલ્યું ન સમાવે.
ઘણા દિવસો બાદ આ ખુશી નો મોકો આવે,
દુઃખો હરીને તે લઈ જાવે.
આજે મારો ભાઈ.......
ભાઈને મળવાનો આનંદ આવે,
જીગર ની ખુશી બધી બાજુ છાવે.
મન ખુશ ખુશ થઈ જાવે,
આજે મારો ભાઈ આવે.