“ગંભીરા બ્રીજ દુર્ઘટના”
અધ્યાત્મની એ ટોચ છે કબીરા,
આ વખતે મૌત માટે બ્રિજ “ગંભીરા”
રસ્તા પર સલામતી હવે ક્યાં રહી?
ચાલશો તો પણ કચડી નાખે નબીરા!
બીજા માળે હો, ત્યાં પણ સુરક્ષા નથી,
જીવતા દઝાડે છે વીજળીના તિખારા.
સલામત ક્યાંય નથી હવે આવામ,
બેસશો હોડીમાં નહીં ભાળો કિનારા.
હવાઈ સફર કેમ કરું હવે ‘અહેસાસ’
ઉડતા વિમાનને ક્યાં હોય છે સહારા.
– મેહુલ સિઘ્ઘપરાં “અહેસાસ”