બગડેલી બાજી સુધારી શકે એ હોશિયાર.
કૈંક સારું કોઈનું વિચારી શકે એ હોશિયાર.
જેવા સાથે તેવા એ તો દુન્વયી નિયમ છે,
બાણાવેણને પણ ભૂલી શકે એ હોશિયાર.
દોષો બીજાના તો દરેકને દેખાય નિરંતર,
અવગુણો પોતાના ટાળી શકે એ હોશિયાર.
કૌવત કાંડાનું પરિણામનેય બદલી શકે છે,
ભૂલ્યા ત્યાંથી ફરી ગણી શકે એ હોશિયાર.
હિસાબોની દુનિયામાં પ્રેમ ગૂંગળાતો રહ્યો,
ગરજવિણ સ્નેહ વહાવી શકે એ હોશિયાર.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર