અંતરે દીપ પ્રગટાવો પ્રભુજી.
જીવનજ્યોત જગાવો પ્રભુજી.
છું માયાગ્રસ્ત હું માનવી,
મારી વાત તમને શું કહેવી?
માનવતા મુજમાં જગાડો પ્રભુજી..1
કરું પ્રાર્થના હું તો તમારી,
શબ્દો તમારા સ્તુતિ મારી.
વિયોગે નયન ઊભરાવો પ્રભુજી...2
આવ્યો શરણે દોષો કબૂલી,
કરીને વાત હૃદયની ખુલ્લી.
ભક્તિ જીવનમાં સંચારો પ્રભુજી..3
વૃથા ગુમાવી જિંદગી મેં મારી,
પૂજા પ્રાર્થના ભૂલ્યો તમારી.
રહી જિંદગીને શણગારો પ્રભુજી...4.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.