પાવલીનું આક્રંદ
શું મારો ઠાઠ હતો ?
શું મારો વટ હતો ?
શુભ કાર્ય મુજ વિણ નકામું
શુભ કાર્યમાં પહેલી જરુર મારી
મારા વગર રુપિયો અધૂરો.
અરે! રુપિયાનું સર્જન જ મારા થકી
કિંતુ રુઠ્યાં મારાં નસીબ
એક ગોઝારી ક્ષણે સરકારને કમતિ સુઝી
બહાર પાડ્યો ફતવો મારાં મરણનો
૧લી જુલાઈ ૨૦૧૧ મારુ ડેથ સર્ટીફીકેટ સાઈન થયું
બસ,મારી આવરદા ૩૦જૂન નક્કી થઈગઈ
મુજથી નાનેરા વીસકાનું અસ્તિત્વ છે.
વીસકાથી મોટીહું ભૂંસાઈ ગઈ.
શુકનમાં સવાનું મહત્વ,
હવે શું કરશે બિચારા ગોરબાપા!
મુજ વિણ ઝૂરશે મારો સાથી રુપિયો
દોસ્તો સાચવી લેજો મુજ સાથીને
અંતિમ મારી અપીલ છે આપને .
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.