આમ તો હું શ્વાસ લેતો હતો
વચ્ચે વચ્ચે થોડી ઉધરસ ખાતો હતો
આમ તો હું શ્વાસ લેતો હતો
સાથે સાથે દવાઓ લેતો હતો..
રહેવા ગયો ફ્લેટમાં દસમા માળે
છતાં થોડો થોડો શ્વાસ લેતો હતો
કેટલાક વૃક્ષો દટાયા ફ્લેટો નીચે
થોડો થોડો તો શ્વાસ લેતો હતો
નજર કરી આકાશ તરફ
નથી વાદળ, ઘણો તાપ હતો
થોડો થોડો શ્વાસ લેતો હતો.
- કૌશિક દવે
- Kaushik Dave