સંધ્યા
ઢળતી સંધ્યાએ રૂડા રંગોની
વિખેરી અનોખી છટા!
તેમાંય આવ્યા આછા-ઘેરા
વાદળોના ટોળા!
ક્યાંક આછીને કાળી ધોળી વાદળી
સંધ્યાએ રંગી જોને
કેસરિયાં રંગોથી વાદળી!
વાયો એવો વાયરો વેગથી
તાણી ગયો એતો વાદળના ટોળા!
ઢળતી સંધ્યાએ થતો આછેરો ઉજાશ
કેસરિયાં રંગોથી કેવુ શોભે આકાશ!....
આવી રહી રાત્રી ને
છાઈ રહ્યો ધીમેથી અંધકાર!
સમેટાઈ રહ્યો પ્રકાશને,
ફેલાઈ રહ્યો અંધકાર.......
રાત્રી એ ઓઢાડી આકાશને
અંધકાર તણી ઓઢણી,
ટાંક્યા એમાં નાના-મોટા તારલાને
ભાત કેવી પાડી અનોખી!....
આવ્યો ચંદ્ર આકાશે જોને "પુષ્પ"
શાંત કેવી એની ચાંદની પ્રકાશી!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર