પકડીયે કલમને એવું બને કે
તું સામે આવે,
જોવ તારા ચેહરાને કલમ
એમ જ ચાલે,
લખાય જાય શબ્દોથી વિચારોનો
દરીયો,
છલકાઈ જાય અગણિત લાગણીઓ
પ્રેમની,
વાંચે તું જ્યારે એ પાનામાં લખાયેલ
તારી વાતો,
જોવ તારા ચેહરાની એ બદલાતી
રેખાઓ હું,
આનંદ થાય જ્યારે તું એ શબ્દો વાંચી
મૌન હોય,
મૌન તારી નજર આંખથી જ ન કહેવાનું
કહી દે છે,
એ મૌન જ તો તારી સઘળી ચાહતની
કબૂલાત છે.
Shital ⚘️