કવિ છું લાચાર, શબ્દો જ મારી તલવાર છે,
સત્તા માટે તમે કરેલો આ નિમ્ન પ્રહાર છે.
એ રાજા કાયર છે, જે આવામને મૌત આપે છે
બે ખોફ હુમલાખોરો ને કોણ સંભાળનાર છે?
નોટબંધીએ કમર તોડેલી આંતકવાદીઓની
તો હવે કયો ઓર્થોપેડિક મણકા ગોઠવનાર છે?
તપાસ થશે, દોષિતોને છોડવામાં નહિ આવે,
આ બધા તો આફત અવસર બની વેંચનાર છે.
કેન્ડલ માર્ચનું બ્રહ્માસ્ત્ર પણ હવે ખાલી છે,
સત્તાધીશો જ નિર્દોષોના બલિ ચડાવનાર છે.
-મેહુલ સિઘ્ઘપરાં (અહેસાસ )