અયોધ્યા નગર ઉજવણી કરે,
રામજન્મ સૌમા ભક્તિ ભરે.
દશરથનંદન સીતાપતિ રામ,
રામ નામથી સૌને મળે આરામ.
ઘર ઘર મા થાય પૂજા પાઠ,
આજે છે અયોધ્યા નાથનો ઠાઠ.
હનુમાન દાદા રમે રામ ભજને,
મીઠી વાણીમાં ભાવે મનને.
ફૂલોને મીઠાઈ ભરી છે થાળ,
રામલલા પર જ્યોતિ વિશાળ.
રામ લાને સૂર્યકિરણ કપાળે,
દુઃખ, દર્દ ન આવે દ્વારે.
આજે અવસર છે પવિત્ર પ્યારો,
શ્રી રામ આજ હૃદયે પધારો.
-J.A.RAMAVAT