મિત્રો તમે આજે કેટલા લોકો ને એપ્રિલ ફૂલ બનાવ્યા. હું સવાર થી વિચારતી હતી કે હું કઈ રિતે બીજાને એપ્રિલ ફૂલ બનાવું પહેલા એવુ વિચાર્યું કે ફોન માં સ્ટેટ્સ રાખું નવું ફોન, ફોરવીલ, કે ઘર લેવાનું પછી આઈડિયા આવ્યો on the way Ayodhya લખીને રાખ્યું એટલે ઘણા લોકોના મેસેજ આવ્યા
સૌ પ્રથમ મારા પતિદેવ નો ફોન આવ્યો ક્યાં જાઓ છો
મેં કહ્યુ તમને ખબર છે કે તમને પૂછ્યા વગર અમે ક્યાય નથી જતા છતાં એપ્રિલ ફૂલ બન્યા
બીજો ફોન ભાણીબા નો આવ્યો બહુ સરસ મામી અયોધ્યા જાઓ છો તમારૂં સપનું પુરૂ થયું.
મેં હસીને કહ્યુ એપ્રિલ ફૂલ
પછી મારા મામા ની દીકરી કનક નો મેસેજ આવ્યો બહુ સરસ
મેં કહ્યુ એપ્રિલ ફુલ તો કહે ઓહ, બહુ ડાયા
પછી અમારા જેઠાણી નો ફોન આવ્યો રામ સીતા ના દર્સન કરવા જાઓ છો મેં કહ્યુ એપ્રિલ ફૂલ એમને લખ્યું ok
એક ફ્રેન્ડ નો મેસેજ આવ્યો કોણ કોણ જાઓ છો મેં કહ્યુ એપ્રિલ 🌻મિત્રો આમાં એકવાત કોમન છે કે એપ્રિલ ફૂલ એજ બન્યા જે મારા પર વિશ્વાસ કરતા હતા. તો તમે કોઈને એપ્રિલ ફૂલ બનાવ્યા કે નહીં ના બનાવ્યા હોય તો જરૂર થી બનાવજો 🙈🙉🙊4 વાંદરું મોબાઈલ જોવે છે આપણા પૂર્વજો વાંદરા હતા એવુ વૈજ્ઞાનિક કહે છે. 😂 બાકી આપણે ઋષિમુનીઓ ની સંતાન છીએ હો.
લી. "આર્ય "