મિત્રો હમણાં અમુક રાશિમાં શનિ ની પનોતી ઉતરી છે અને અમુક રાશિમાં અઢી વર્ષની પનોતી બેઠી છે મારી સિંહ રાશિમાં પણ અઢી વર્ષની પનોતી 29 તારીખથી બેઠી. જન્મ કુંડળી પ્રમાણે મારું નામ મૃગેષાબા છે. તમે google માં સર્ચ કરીને વાંચશો તો જ્યોતિષીયો તો ડરાવી મૂકે છે. કે શનિ ની પનોતી બેઠી છે તો તમને નુકસાન થશે. તમારે તંદુરસ્તી ઉપર અસર કરશે.તમારી જિંદગીમાં હાહાકાર મચાવી દેશે. તો ડરવાની બિલકુલ જરૂર નથી.
શનિ ગ્રહ એકદમ નીતિવાન ગ્રહ છે. અને જ્યોતિષી ઓ એ તો ગ્રહો ને એટલી હદે બદનામ કરી મુક્યા છે તમે એમની પાસે જશો તો કહેશે તમને શનિ નડે છે. મંગળ નડે છે. ચંદ્ર માં નડે છે. અને હકીકતમાં આપણને કોઈ ગ્રહ નડતો નથી.
નડે છે આપણા કરેલા કર્મો,ગ્રહો તો આપણા કરેલા કર્મો પ્રમાણે ફળ આપે છે.
ગ્રહો છે એ એમની દશા, અંતર દશા, મહા દશા માં તમારા કરેલા કર્મોનું ફળ તમને આપે છે, દશા એટલે દસ વર્ષ, અને મહાદશા એટલે 20 વર્ષ. હવે આપણે દાખલા તરીકે જોઈએ તો તમે બાવળ વાવશો તો તમને કાંટા લાગશે. અને આબો વાવશો તો તમને મીઠી કેરી ખાવા મળશે.
ગ્રહોનો નિયમ છે
" માટે તમે કોઈને નહીં નડો તો કોઈ ગ્રહ તમને નહીં નડે "
અને રહી વાત નડવાની તો તમે જે પ્રમાણે સારા માઠા કર્મ કર્યા હશે એ પ્રમાણે શની તમને ફળ આપશે જો સારું કર્યું હશે તો પનોતી ચાલુ હશે છતાં પણ તમારું સારું થશે અને તમે કોઈનો ખરાબ કર્યો હશે તો પરેશાન જરૂર થશો.
અત્યારે આપણી જીવનશૈલી જ એવી છે કે દરરોજ કહીને કંઈ પાપ તો આપણા દ્વારા થતું જ હોય તો એ પ્રમાણે ફળ મળશે. જ્યોતિષી પ્રમાણે એનાથી બચવાના ઉપાય પણ છે જેનાથી દોષ હળવા થાય. એના માટે તમે શનિવાર રહી શકો છો. શનિવારના દિવસે હનુમાનને તેલ અને સિંદૂર ચડાવી શકો છો. પીપળાના થડમાં સરસવના તેલનો દીવો કરી શકો છો. એનાથી અમુક પ્રમાણમાં દોષ હળવા થશે બાકી જે કર્મ કર્યા છે તમે એને ભોગવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માટે કર્મ ભોગવવાની ત્રેવડ ન હોય તો કરવા ન જોઈએ.
કોઈપણ ગ્રહ નબળો હોય તો એને લગતો વાર રહેવો જોઈએ તો એનાથી ગ્રહ બળવાન થાય છે. તમારે બધા ગ્રહ જો બળવાન કરવા હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.
તમે તમારી આજુબાજુ એક વાત નોટિસ કરજો . સ્ત્રી હોય કે પુરુષ હોય કે જેની વાણી કઠોર હોય, જે વડીલોને આદર ના આપતો હોય , જેના વાણી વર્તન દ્વારા લોકોને તકલીફ થતી હોય લોકોનું દિલ દુભાતું હોય તો એવી વ્યક્તિને ચામડી ને લગતી કોઈને કોઈ પ્રોબ્લેમ 100 ટકા હશે. દાદર હશે, ખરજવું હશે, સ્કિન ઇન્ફેક્શન હોઈ શકે ઘણા ટાઈમ થી દવા ચાલુ હશે છતાં બરાબર નહીં થતું હોય. કારણકે આપણા ખરાબ વાણી વર્તનના કારણે ગુરુ ગ્રહ નબળો પડે છે જેના કારણે સ્કીન રિલેટેડ પ્રોબ્લેમ્સ થાય.
લી. "આર્ય "