હિસાબી મહિનામાં જરા લાગણીના સંબંધમાં પણ સરભર કરીએ,
આદત નથી મારી હિસાબ કરવાની છતાં પણ પ્રેમનું સરવૈયું જોઈએ,
ભૂલ કોની એ ભૂલી દરેક ચૂકની બાદબાકી કરી આગળ વધીએ,
સરવાળો લાગણીઓનો કરવા ફરી એક મુલાકાત યાદગાર કરીએ,
દર્દની દરેક ક્ષણનો કાયમી છેદ ઉડાડી ખુશીઓનો ગુણાકાર કરીએ,
વાળ સરીખી પણ દૂરી આવે એવા દાખલામાં નવા નિયમ લઈએ,
જીવવું મારે તારી જ સાથે એમ પ્રેમનો પિરામિડ મજબૂત કરીએ,
લાગણીઓના હિસાબમાં શેષ રહે એમ જીવનને સુખી કરીએ,
દોસ્ત! સહિયારું જીવન બીજા માટે ઉત્તમ ઉદાહરણ બને એવું કરીએ.
- ફાલ્ગુની દોસ્ત