ન જાણે મોટા ભાગે કોઈ,
ફેર કયો 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરીનો?
થાય ધ્વજારોહણ 15 ઓગસ્ટે,
ને ફરકાવાય ધ્વજ 26 જાન્યુઆરીએ!
ફરકાવે ધ્વજ રાષ્ટ્રપતિ દેશનાં,
હોય ધ્વજ આ દિવસે પહેલેથી જ ઉપર!
છૂટતી માત્ર દોરી નાનકડી,
ને લહેરાય ત્રિરંગો શાનથી!
ન બતાવીએ દેશભક્તિ માત્ર એક દિવસની,
બની રહીએ દેશભક્ત આજીવન!
જયહિદ🙏🙏🙏
#Republic Day