કોઈ વ્યક્તી સાથે તમારા વર્ષો જુના સબંધ હોય છે. બંને એક બીજા સાથે લાગણી થી જોડાયેલા હોવ છો. એક સમય એવો આવે છે કે બે માંથી એક પાત્ર કંઈ પણ કહ્યા વગર જ સામે વાળી વ્યક્તી સાથે વાત બંધ કરી દે છે. એને તમામ જગ્યા થી બ્લોક કરી દે છે કંઈ પણ કારણ કહ્યા વગર તમે વર્ષો થી સાથે છો એક બીજા સાથે કલાકો વાત કરી છે લાગણીયો વહેંચી છે. ભલે તમે સામે વાળા સાથે હવે નથી રહેવુ. પણ શુ આમ અચાનક જ કહ્યા વગર જવું યોગ્ય છે? તમે એને છેલ્લું બાય ના બોલી શકો? તમે તમારા જીવનનો ઘણો સમય આપ્યો છે તો શુ છેલ્લે 10 મીન કેમ ના આપી શકો? કોઈ પણ પાત્ર હોય ભલે તમારી જીંદગી તમે એના વગર જીવવા માંગતા હોય પણ એને એક વાર વાત કરીને જશો એને જીવવાની હિમ્મત મળશે અને સાથે ના હોવા છતાં સબંધ અમર થઇ જશે.