તારી આગળ શું માંગું, તને બધી ખબર છે.
હું તો કેવળ પાય લાગું, તને બધી ખબર છે.
કરી કબૂલાત ગુનાઓની રજૂ થતો નથી હું,
તારા હોવાનું કરીશ ત્રાગું, તને બધી ખબર છે.
તું તો હરિવર ઘટઘટવાસીને સર્વજ્ઞાતા સર્વદા,,
મોહનિશાથી ક્યારે જાગું, તને બધી ખબર છે.
શબ્દાતીત, ભાષાથી પર ભાવનિધિ ભગવંત,
હું કેમ કરીને તુજને ત્યાગું, તને બધી ખબર છે.
મારે તો જોઈએ એક હાજરી તારી હૈયામાં,
જવાબદારીથી દૂર ના ભાગું, તને બધી ખબર છે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.