કોણે કહ્યું, અમને ઇશ્ક માં,
રજા મળી છે..
ન પૂછો વાત મહોબ્બત માં,
આકરી સજા મળી છે...
નામ લઇ ખુદા નું,
અમે નાવ લાંગરી છે,
કિનારે પહોંચી એ તો માનશું,
કે,દુવા ઓ ફળી છે...
નથી આસાન ઇશ્ક ની રાહ,
લોહી નિતરતી લાગણી છે..
જિંદગી માં,કસોટી જ કસોટી છે ફોરમ,
દરેક સંબંધ ને, પોતાની માંગણી છે....