Gujarati Quote in Book-Review by મનોજ નાવડીયા

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

📚 📖 📚 પુસ્તક વાંચન યાત્રા :
પુસ્તક પત્રિકા: ડાયરો, જીવન સંભારણા: ૨
લેખક: શ્રી નારાયણભાઈ કે. ભાલોડિયા (સાઈબ),
શિક્ષક, લેખક, કોલમીસ્ટ, વક્તા, M.Sc, B.Ed-1.
મોમાઈ-મેડી, જામનગર.

આ એક વિશિષ્ટ પુસ્તક પત્રિકા છે, જે ૮૬ પાનાંઓની છે. લેખકશ્રી એ આ પુસ્તક પત્રિકામા પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને, યાદોને અને સંભારણાઓને લેખ સ્વરૂપે રજું કર્યા છે. આ પુસ્તીકા તો મને ખૂબ જ રસભર અને આનંદમય લાગી છે. લેખક શ્રી પોતે સૌરાષ્ટ્રના જામનગર જીલ્લામાં આવેલાં મોમાઈ મેડી ગામના વતની છે, હાલ એ જામનગર શહેરમાં રહે છે.

એક પરમ આનંદ અને સુખ એ વાતનું છે કે આ પત્રીકાની કોઈ કિંમત જ નથી રાખવામાં આવી, પત્રિકા પર એની કિંમત "શુભેચ્છા" છાપવામાં આવી છે. મને લેખક શ્રી એ આ પત્રીકા ભેટ સ્વરૂપે કુરીયર દ્વારા મોકલી છે એના માટે હું સદૈવ એમનો ખૂબ આભારી રહીશ. મારો અને સાહેબ શ્રી નો સંપર્ક શ્રી હંસરાજભાઇ પેથાણી (ગામ : ત્રંબોડા, અમરેલી) ના સંપર્કમાં આવવાથી થયો એનો મને ખૂબ આનદ છે. ગયાં રવીવારે જ હું એમને જામનગર શહેરમાં પર્સનલ મળવા ગયો અને સાથે બેસીને ઘણી બધી‌ વાતો કરી. એમને મળીને મને ખૂબ જ આનંદ થયો. સાહેબ શ્રી ની ઉંમર ૭૯ વર્ષની છે, પણ એમને બોલતા, સાંભળતા જ હજું નવ યુવાન હોય એવું જ દેખાય આવે છે. સાહેબ નિવૃત્ત હોવા છતાં પણ પોતાની વાણી અને કલમ દ્વારા સતત પ્રવૃતિ કરતા રહે છે. સાહેબ વોટ્સએપમા ડાયરો કરીને ખૂબ સુંદર અને પ્રેરણાત્મક ગ્રૂપ ચલાવે છે જેમાં ડાયરોની વાતોને ઓડિયો ક્લિપ દ્વારા સુશોભિત કરવામાં આવે છે.

આ પુસ્તક પત્રીકામા મોમાઈમાતા, ઉમિયામાતા, કડવા પાટીદારોનો ઈતિહાસ, મોમાઈ મેડી ગામ, ભાલોડિયા અટક વગેરેનો લોક ઈતિહાસનું વર્ણન છે. આ ઉપરાંત ૬૦ વર્ષ પહેલાંનાં ગ્રામ્ય જીવનની અદભૂત ઝલકનુ નિરૂપણ કર્યું છે, જે ખરેખર રસપ્રદ અને આનંદની ક્ષણો યાદ અપાવી જાય છે.

આ પુસ્તીકામા ગોપાલજીબાપા બારોટ, કડવા કૂર્મી પાટીદાર કણબીનો ઈતિહાસ, ૫૨ નો આકડો, ઘરઘુસિયાપણાનો રોગ, શૂરોપૂરો-શૂરધનની ઓળખ, શાસ્ત્રીજી, ભૂવાજી, ચિચોડો, ભૂતનો ભય, ભેટ પડીકું, રમત ગમત, આંબા ભગત, ડિગ, બેલપ પ્રથા, થોયડી અને એની જાહોજલાલી, જય હર્ષ પંડ્યા, તમંચો, શિયાળ, ગલેપ, સફળતા મળી...એમ બધી જ જુનાં સમયની રસપ્રદ ઘટનાઓ અને જુદી જુદી યાદોને લેખ સ્વરૂપે સુંદર નિરુપણ કર્યું છે.

આ પુસ્તક પત્રીકા વાંચીને મને ખૂબ મજા આવી એટલે મારું હ્રદય "ભાઇ ભાઇ ને ભયો ભયો".. થઈ ગયું છે.

આ પુસ્તીકા સાહેબ શ્રી પાસેથી મળી રહશે..મો. +91 94283 20575

ખૂબ આભાર,
મનોજ નાવડીયા.

Gujarati Book-Review by મનોજ નાવડીયા : 111962306
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now