..... ફાયદો શું?
વિતી ગયેલા સમયને યાદ કરવામાં ફાયદો શું?
રોજ એકની એક ફરીયાદ કરવામાં ફાયદો શું?
એક ટહુકો મૂકી ડાળ પર, ઊડી ગયું જો પંખી,
હવે, પાછળથી એને સાદ કરવામાં ફાયદો શું?
ના ગમ્યાં ત્યાં પણ નિભાવતાં રહ્યાં જ સબંધ,
ગમા અણગમા વચ્ચે વાદ કરવામાં ફાયદો શું?
ગયેલાં પાછાં આવે, પણ બદલાયાં છે એનું શું?
તો પછી હવે પ્રયત્ન એકાદ કરવામાં ફાયદો શું?
પણ, જો તરસ જ ન છીપાવી શકું કોઈની "વ્યોમ"
તો, ખારો મહાસાગર પ્રશાંત બનવામાં ફાયદો શું?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.