ચમકતી આંખો મા રહેલાં સપનાઓ ઝાંખા થઈ રહ્યા હોઈ એવું લાગે છે,
ગુલાબી પવનની લહેરખીમા અંતરમા રહેલા ઘાવો ને અસહ્ય પીડા આપી રહ્યા હોઈ એવું લાગે છે,
ઓરડાના એક ખૂણે લાગણીઓ સાથે અધૂરી આંખો ની પાંપણ રાહ જોઈ મનમાં રડતી હોઈ એવું લાગે છે ,
શહેર ના એ રસ્તા ઉપર કોઈ એક ઝલક જોવા તરસી રહ્યું હોઈ એવું લાગે છે,
ને કોઈ નજર છુપાવી જતું રહ્યું હોય એવું લાગે છે,
હજી તો આ વર્ષા ના વાદળો ની વેદનાં ઓસરી પણ નથી ત્યાં શિયાળો jihan પર ટાઢા ઘા દઈ રહ્યો હાઈ એવું લાગે છે ...