Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હેવમોર : ગુજરાતમાં આઈસ્ક્રીમ ની પા-પા પગલી કરાવનાર. 1960નું વર્ષ, ભાવનગર આધુનિક બનતું જતું હતું તેવા અરસામાં ઘોઘા દરવાજા પાસેની ગંગાજળીયા દેરી અને આજની શાક માર્કેટ પાસે એક રેસ્તુંરા શરૂ થયું. નામ: હેવમોર. આમાં મસ્ત મજાના આઈસક્રીમનું વેચાણ કરવામાં આવતું. ટેબલ અને બાંકડા હતા જેથી બેસીને આઈસ્ક્રીમ નો લુફ્ત માણી શકાય. ભાવનગરવાસીઓ માટે સૌથી પ્રિય સ્વાદ વેનિલા આઈસ્ક્રીમ, ટૂટીફ્રૂટી અને કસાટા નો હતો. સહેજ આધુનિક કુટુમ્બો ખાસ કરીને પતિ-પત્નિ સાંજ પડે હેવમોર માં આઈસ્ક્રીમ ખાવા આવતા. હેવમોરે સ્ત્રીઓમાં લાજ કાઢવાનું ચલણ ઓછુ કરી દીધું થઈ હતું.

રેસ્તુંરાના માલિક ચોના કુટુમ્બ ના સભ્ય હતા અને નીલમબાગ પેલેસની સામેથી વિદ્યાનગરમાં જતં રસ્તા ઉપર ડો. અરવિંદ મહેતાના બંગલાની બાજુમાં બે માળનો બંગલો આ ચૌનાનું નિવાસસ્થાન હતું. હેવમોર આઈસ્ક્રીમના માલિકોએ 1960 પછી ગુજરાતમાં કેટલાક શહેરો માં આઈસ્ક્રીમનું વેચાણ શરૂ કરેલું જેમાં ભાવનગર પણ હતું. આ તો ભાવનગરમાં હેવમોરનું આગમન થયું તેની વાત પણ દિલચસ્પ વાત તો ગુજરાતમાં હેવમોર ક્યાંથી આવ્યું તેની છે.

કરાંચીમાં એક વિમાની કંપનીમાં સતિષચંદ ચૌના નામના એક ઈજનેર કામ કરતા હતા. વધારા ની આવક થાય તે હેતુથી કરાંચી ના રસ્તા ઉપર રોજ સાંજે ઘરે હાથ બનાવટનો આઈસ્ક્રીમ લારીમાં રાખી વેચતા હતા. બહુ ટૂંકા ગાળામાં તેમનો આઈસ્ક્રીમ કરાંચીમાં લોકપ્રિય થઈ ગયો પણ ઓટની શરૂઆત ત્યારે થઈ જ્યારે 1947 માં દેશના ભાગલા પડ્યા અને આખું ચૌના કુટુમ્બ ભાગીને દિલ્હી આવ્યું. પણ ત્યાં ફાવ્યું નહી એટલે દહેરાદૂન ગયા પણ ધંધો જામ્યો નહી એટલે ઈંદોર આવ્યા, ત્યાં પણ અપેક્ષા મુજબ નશીબ સાથ ન આપતું હતું ત્યારે કોઈએ સલાહ આપીકે આ રઝળપાટ બંધ કરો અને અમદાવાદ જાવ.

ગુજરાતીઓની જીભ સ્વાદ માણવામાં અને બોલવામાં બહૂ મીઠી હોય છે, તમને અનુકૂળ થઈ જશે. અમદાવાદમાં તે સમયે અરવિંદ મીલના માલિક કસ્તુરભાઈ લાલભાઈની બોલબાલા હતી. સતીષ ચૌના કસ્તુરભાઈને મળ્યા. કસ્તુર ભાઈએ બધી જ મદદ કરી અને રિલીફ રોડ ઉપર કલ્યાણ ભવન માં હેવમોર નામના આઈસ્ક્રીમનો શુભારંભ થયો. અમદાવાદીઓને આઈસ્ક્રીમનો સ્વાદ દાઢમાં બરોબર બેસી ગયો.

1960 માં કુટુમ્બના સભ્યોની સંખ્યા વધતા ધંધાના વિસ્તરણ ની જરૂર પડી એટલે આઈસ્ક્રીમ ની સાથે રેસ્તુંરા ચાલુ કર્યું. ચૌના તો પંજાબી એટલે પંજાબી સમોસા, વેજીટેબલ કટલેટ્સ અને ચણાપૂરીથી શરૂઆત કરી. આઈસ્ક્રીમની માફક આ આઈટમોએ પણ પલકવારમાં અમદાવાદીઓને ઘેલા કરી દીધા. અમદાવાદમાં મળેલી સફળતાથી ચૌના કુટુમ્બનો જુસ્સો વધ્યો અને રાજકોટ, ભાવનગર વડોદરામાં હેવમોર રેસ્તુંરા શરૂ કર્યા.

આજે સમયના બદલાવમાં હેવમોરના 20 રેસ્તુંરા, 60 ઈટરી હાઉસ અને 200 આઈસ્ક્રીમના પાર્લર દેશભરમાં પથરાયેલા છે. રેસ્તુંરાના નામ પણ કેવા, અમદાવાદ, મુંબઈ અને હૈદ્રાબાદમાં ‘હબર અને હોલી’, માઈટી મિડાસ નામની તેમની એક ડેઝર્ટ ડીશ રૂ. 1000/ની છે તેમાં આઈસ્ક્રીમ ની એટલી વરાયટી ભરેલી હોય છે કે તમને બધા જ સ્વાદનો અનુભવ કરાવે.

અમદાવાદીઓ હેવમોરના આઈસ્ક્રીમને પછી ખાય પણ એ પહેલા હવે તેમની સ્પેશિઅલ આઈટમો સમોસા ચાટ, ચણા કૂલચા, પાવભાજી, ગ્રીલ્ડ સેંડવીચ, માર્ગેરીટા, તબાસ્કો પિત્ઝા, આલૂ ટીકી, પનીર ટીકા બિરયાની અને આ સ્નેક્સની સાથે એસ્પ્રેસો, અમેરિકાનો, કેપુચિનો, મોકાસિનો, કાફે લેત્તી જેવી કોફીનો આસ્વાદ માણે. ચૌનાની ત્રણ પેઢી સતિષચંદ, તેમના પુત્ર પ્રદીપ અને તેમનો પુત્ર અંકિતે હેવમોર નામને જગપ્રસિધ્ધ કરી દીધું.

અંકિતે અમેરિકાની નામાંકિત પર્ડ્યુ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધેલી છે. વ્યવસાયમાં તે દાખલ થતાં જ ઘણાં ફેરફાર કર્યા. આજે રૂ 500 કરોડનું ટર્ન ઓવર ધરાવતી હેવમોરની આઈસ્ક્રીમ બ્રાંડને તેણે દક્ષિણ કોરીયાની આઈસ્ક્રીમ કંપની લોત્તીને રૂ 1100 કરોડમાં વેચીને રોકડી કરી લીધી અને આ નાણાથી નવી રેસ્તુંરાઓ ખોલવાનું આયોજન કરી લીધું. ચૌનાને 90% આવક તો રેસ્તુંરા બિઝનેસથી થાય છે અને ફકત 10% જ આઈસ્ક્રીમ પાર્લર માંથી મળે છે.

અને તાજેતરમાં જ ચૌના કુટુમ્બે હોક્કો (HOCCO અર્થાત હાઉસ ઑવ ચૌનાસ કોલાબોરેટિવ) નામથી ઈટરી હાઉસ ઊભા કર્યા છે. જેમા જુનું વાગોળવાની તક મળે સાથોસાથ કંઈક જુદો જ નાવિન્યસભર સ્વાદની નવતર અનુભૂતિ થાય તેવી થીમ સાથે વાનગીઓ આપવામાં આવે છે.

આને જ કહેવાતું હશે કે, ‘તમે જોઈ શકો એ દીર્ધ દ્રષ્ટી જે તમને સફળતાની કેડી તરફ દોરી જાય..!’

Gujarati Blog by SUNIL ANJARIA : 111957361

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now