-: " બધું આપણું છે " :-
તારા હોવામાં જ મારૂં હોવાપણું છે;
હવે જે કંઈ છે, એ બસ આપણું છે;
ગ્રીષ્મ ઋતુમાં શીતળતા સમાન તો,
શિયાળે સાથ તારો ઉષ્ણ તાપણું છે;
તારી સાથે કંટક પથ છે રાહ ફૂલોની,
તારા વિના સેજ સુહાનીયે ખાંપણુ છે;
તારા ખ્યાલોને રોજ હિંચોળું હેતથી,
ભીતરે રાખ્યું એક સુવર્ણ પારણું છે;
"વ્યોમ" બન્યું છે આજ છત ઘરની,
ને, ધરતી બની એ ઘરનું આંગણું છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.